
ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી દેશના આ રાજ્યમાં નોઁધાયો પ્રથમ મૃ્ત્યુ કેસ
- મધ્ય પ્રદેશમાં ડેલ્ટા વેરિએન્ટથી દર્દીનું મોત
- દેશમાં ડેલ્ટા પ્લસથી આ પ્રથમ મોતનો કેસ નોંધાયો
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ વિનાશ સર્જ્યો છે, હવે કોરોનાના નવા સ્વરુપોને લઈને ચિંતા વધી રહી છે,ત્યારે ભારતમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 40 થી વધુ કેસો સામે આવ્યા છે,ત્ ભારતમાં ડેલ્ટા પ્લસથી પ્રથમ મોત થવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરની હોસ્પિટલમાં કોરોનાવાયરસ ના દર્દીમાં આ નવા સ્વરુપની પૃષ્ટિ થઈ હતી , છેલ્લા દિવસોથી તેની સારવાર ચાલી રહી હતી પરંતુ વિતેલી કાલે દરપ્દીની હાલત નાજુક જોવા મળી હતી , અને છેવટે તેનું મોત થવા પામ્યું હતું
મધ્યપ્રદેશની આ ઘટનાએ રાજ્યની ચિંતા વધારી છે,કોરોના વાયરસના બીજા દર્દીઓની પણ તપાસ શરુ કરવામાં આવી રહી છે, ઉલ્લેખનીય છએ કે આ વાયરસને ગંભીર સ્વરુપ ગણવામાં આવ્યો છે.જેને લઈને હવે રાજ્ય સરકાર પણ સતર્ક બની છે.
મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસના પાંચ જેટલા દર્દી મળી આવ્યા છે અને તેઓ હાલ સારવાર લઈ રહ્યા છેસ મીડ્યા રિપોર્ટમાંથી મળતી માહતી પ્રમાણે ડેલ્ટા પ્લસ વાયરસના દર્દીનું મૃત્યુ 23મી જુનના રોજ થયું છે.આ મોતને લવઈને તંત્ર દોડતું થયું છે અનેક સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે દેશમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લઈને ભયનો માહોલ સર્જાયો છે.જો કે આ મોત પ્રથમ મોત છે કે જે આ સ્વરુપથી થયું હોય