1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારે કેનેડા,ન્યૂઝીલેન્ડ,યૂએસ અને યૂકેના તમામ ફોન પર નજર રાખવા ખાસ ટીમ બનાવી
સરકારે કેનેડા,ન્યૂઝીલેન્ડ,યૂએસ અને યૂકેના તમામ ફોન પર નજર રાખવા ખાસ ટીમ બનાવી

સરકારે કેનેડા,ન્યૂઝીલેન્ડ,યૂએસ અને યૂકેના તમામ ફોન પર નજર રાખવા ખાસ ટીમ બનાવી

0
Social Share
  • સરકાર રાખશે દેશ બહારથી આવતો કોલ પર નજર
  • આ માટે ખાસ ટીમની કરી રચના

દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે કેનેડા, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઇંગ્લેન્ડથી આવતા નાના-મોટા ફોન કોલ ઉપર  ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ખેડૂત આંદોલનની દરેક ચર્ચાને સાયબર સેલ સહીત સુરક્ષા એજન્સીઓ ખાસ તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ સહિત સાયબર નિષ્ણાતો  આમ કુલ મળીને 300 લોકોની સમર્પિત ટીમ આ કાર્યમાં જોતરાઈ ગઈ છે.

સુરક્ષા એજન્સીઓના પાસે મળતી માહિતી મુજબ ખેડૂત આંદોલન દ્વારા કોઈ ખલેક ન પબહોંચે તેથી બહારથી ખાસ કરીને કેનેડા, ન્યુઝીલેન્ડ, યુએસએ અને યુકેથી આવતા કોલની દેખરેખ વધારી દેવામાં આવી છે.

આ સાથે જ જે કોલ્સ જે ખૂબ ટૂંકા હોય છે, એટલે કે, દિવસમાં ઘણી વખત પરંતુ એક મિનિટ કરતા પણ ઓછી વાતચીત થઈ તેના પર ખાસ નજર રાખવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો સમાન વાતચીત માટે પણ ઓળખાયા છે. તેમની ઉપર નજર રાખવામાં આવી રહી છે. થોડાક સંકેતો મળે કે તરત તેઓનીપૂછપરછ પણ કરવામાં આવશે .

આમ તો , ખેડૂત આંદોલન અંગે સુરક્ષા એજન્સીઓથી લઈને ગુપ્તચર એજન્સીઓ સુધીની આખી ટીમ તૈયાર કરવામાં આવી છે. પરંતુ ચોક્કસ લોકોની ટીમો તેઓ પર હંમેશાં નજર રાખે છે. જેમાં સાયબર નિષ્ણાતો સહિત સુરક્ષા એજન્સી અને ગુપ્તચર એજન્સીના લગભગ ત્રણસો લોકો શામેલ છે. જે દેશની રાજધાનીથી જુદા જુદા પ્રાંતમાં છે.

સાહિન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code