
અમદાવાદ: ગુજરાતમાં કાયમી OBC કમિશન નહી હોવાનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી તેની સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટે ગુજરાત સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. માત્ર એક સભ્ય પર ચાલતા ઓબીસી કમિશન મામલામાં ખુલાસો માગવામાં આવ્યો છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન એવી પણ ટકોર કરી હતી કે, સરકાર કમિશન પાછળ કેટલું ખર્ચ કરે છે તે મહત્વનું નથી, કમિશન કઈ રીતે કાર્યરત છે તે મહત્વનું છે. ઓબીસી કમિશન માત્ર ફરિયાદો સ્વીકારવા માટે જ બન્યું નથી, સરકારી વ્યવસ્થામાં હાલ કમિશન શોભાના ગાંઠીયા જેવું બની રહ્યું છે.
ગુજરાત હાઈકોર્ટમાં ઓબીસી કમિશનના મુદ્દે કરાયેલી રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરી હતી કે, કમિશન કઇ રીતે કાર્યરત છે તે મહત્વનું છે. આ કમિશન માત્ર ફરીયાદો સ્વીકારવા માટે જ બન્યું નથી. સરકારી વ્યવસ્થામાં હાલ કમિશન શોભાના ગાંઠીયા જેવું બની રહ્યું છે. આર્થિક પછાત વર્ગો બાબતની ચકાસણી, સમાવેશ કે દૂર કરવા અંગેની કામગીરી નહીં થઈ રહી હોવાનું કોર્ટે પ્રાથમિક અવલોકન કર્યું છે. કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. ઓબીસી જ્ઞાતિઓનો સમયાંતરે સર્વે નહીં થયો હોવાની બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે. રાજ્ય સરકારે કરેલું સોગંદનામુ ઘણી બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરતું હોવાનું પણ કોટે નોંધ્યું હતું.
ગુજરાત સરકારે કરેલા સોગંદનામામાં ઘણી બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરતું હોવાનું જણાવ્યું હતું. આ સિવાય NCBC કમિશનમાં 5 સભ્યો હોય છે, જ્યારે ગુજરાતમાં માત્ર એક સભ્યની રચના મામલે કોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે અરજદારને પણ નિર્દેશ કર્યો છે. બંધારણીય જોગવાઈઓ અને નેશનલ કમિશનની કાર્ય વ્યવસ્થા તેમજ રાજ્યમાં હાલ ચાલતા કમિશનના મુદ્દે અરજદાર પણ સંવિધાનિક જોગવાઈઓ તેમજ હાલની પરિસ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ કેસની વધુ સુનાવણી 20 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.