1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિરપુરનું જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારોમાં 6 દિવસ બંધ રહેશે
વિરપુરનું જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારોમાં 6 દિવસ બંધ રહેશે

વિરપુરનું જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારોમાં 6 દિવસ બંધ રહેશે

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારો પર 6 દિવસ બંધ રાખવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જન્માષ્ટમીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. 30 ઓગસ્ટે રાજ્યભરમાં જન્માષ્ટીના તહેવારની  ઊજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે એક તરફ કોરોના સંકટ ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે શ્રાવણ મહિનામાં પણ મંદિરોમાં કોરોના પ્રોટોકોલનું ખાસ પાલન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવારો દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરપુરના જલારામ બાપાના મંદિરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે હજુ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો છે. તેવામાં જન્માષ્ટીના તહેવારમાં મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય અને કોરોનાની ત્રીજી લહેર અટકાવી શકાય તે માટે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિરપુર ખાતે આવેલું જલારામ મંદિર 27 ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી એટલે કે 6  દિવસ મંદિર બંધ રહેશે. આ દરમિયાન સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે. 30 ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી છે.
જલારામ મંદિરના ગાદીપતિ પૂ. રઘુરામબાપા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ છ દિવસ મંદિર અને અન્ન ક્ષેત્ર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તો 2જી સપ્ટેમ્બરથી મંદિર ભક્તો માટે રાબેતા મુજબ ખુલશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code