 
                                    - હવામાન વિભાગની આગાહી
- ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ
- મહારાષ્ટ્રમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ જારી
અમદાવાદઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પમ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, છેલ્લા અઠવાડિયાથઈ ગુજરાતમાં બપોર બાદ વરસાદનું જોર જોવા મળે ઠે, સાંજ પ઼તાની સાથે જ મેધરાજ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વધુ 5 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.ખાસ કરીને વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં રાજકોટ અને અનદાવાદમાં ભારે વરસાદની શક્કેયતાઓ સેવાઈ રહી છે
ગુજરાતના સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેધ મહેરબાન જોવા મળે છે, મોટા શહેરો જેવા કે રાજકોટ,અમદાવાદ અને સુરતમાં માત્રા સાંજે પડતા થોડા કલાકના વરસાદના કારણે રસ્તાઓ પણ પાણી ભરાયેલા લજોવા મળી રહ્યા છએ,જો અમદાવાદની વાત કરવામાં આવે તો વિતેલા દિવસે બપોરે ખાબકેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા.,નીચાણવાળઆ વનિસ્તારો થોડા વરસાદમાં જ પાણીમાં ગરકાવ થઈ જાય છે,ત્યારે આગામી દિવસો માટે પણ ગુજરાતની જનતાએ વરસાદને લઈને તૈયાર રહેવું પડશે
હવામાન વિભાગે ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્છેયક્ત કરી . આ તરફ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લો ભારે વરસાદ બાદ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, તો કર્ણાટકના બંગેલુરુમાં પણ ભારે વરસાદ બાદ જનજીવન અસ્ત વ્યસ્ત બનેલું જોવા મળે છે બેંગલુરુમાં વરસાદના કારણે મોટૂ નુકશાન થયુ છે.
ઉલ્લખેનીય છે કે ગુજરાતમાં ફરી વરસાદી વાતાવરમ છે બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાથી વરસાદી સિસ્ટમ સક્રિય છે. એવામાં ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છૂચટો વરસાદ વરસી શકે છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

