
કર્ણાટકના નવા મુખ્યમંત્રીની દિલ્હી ખાતે પીએમ મોદીને મળ્યાઃ રાજ્ય માટે એઈમ્સની કરી માંગ
- પીએમ મોદીને મળ્યા કર્ણાટકના નવા સીએમ
- રાજ્ય માટે એઈમ્સની માંગણી કરી
દિલ્હીઃ-કર્ણાટકના નવા મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઇ એ શુક્રવારના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, આ બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ બોમ્મઇ પ્રથમ વખત દિલ્હીની મુલાકાતે છે. બોમ્મઇએ પીએમ મોદી સાથે તેમના આવાસ સ્થાને મુલાકાત કરી હતી.
તેમની દિલ્હીની મુલાકાતને પ્રથમ દિવસે તેઓ ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશી અને જળ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતને પણ મળ્યા હતા. આ ઉપરાંત તેમણે અહીંના હોટલ અશોક ખાતે તેમના રાજ્યના સાંસદો માટે બપોરનું ભોજનનું પણ ખાસ આયોજન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ મંગળવારે ભાજપના ધારાસભ્ય પક્ષના નવા નેતા તરીકે ચૂંટાયેલા બોમ્મઇએ બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
રાજ્યના વિકાસ માટે પીએમ મોદીએ આપશે પુરો સાથ સહકારઃ સીએમઓ
કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસમાં સંપૂર્ણ સહકારની તેમને ખાતરી આપી છે. સીએમઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બોમ્મઇએ વડા પ્રધાન પાસે હુબ્બલ્લિ-ધારવાડ માટે એઈમ્સ અને નીતિ આયોગ દ્રારા મહત્વાકાંક્ષી જિલ્લા જાહેર કરાયેલા રાયચુરમાં એઈમ્સ જેવી સંસ્થા માટે મંજૂરી માંગી હતી, જેને નીતી આયોગ દ્વારા કરવામાં આવી છે. તેમણે પ્રધાનમંત્રીને અપીલ કરી હતી કે તેઓ કલબુર્ગી સ્થિત ઈએસઆઈસી મેડિકલ કોલેજ અને હોસ્પિટલને પ્રાદેશિક એઈમ્સ જેવી હોસ્પિટલમાં રૂપાંતરિત કરવાની અપીલ કરી હતી.