1. Home
  2. ગુજરાતી
  3. વિજય દેવરકોંડા અને અનન્યા પાન્ડેની ફિલ્મ ‘લાઈગર’ની રિલીઝ ડેટ આવી સામે- જાણો કઈ તારીખે થશે રિલીઝ
વિજય દેવરકોંડા અને અનન્યા પાન્ડેની ફિલ્મ ‘લાઈગર’ની રિલીઝ ડેટ આવી સામે- જાણો  કઈ તારીખે થશે રિલીઝ

વિજય દેવરકોંડા અને અનન્યા પાન્ડેની ફિલ્મ ‘લાઈગર’ની રિલીઝ ડેટ આવી સામે- જાણો કઈ તારીખે થશે રિલીઝ

0
Social Share
  • ફિલ્મ લાઈગરની રિલીઝ ડેટ કરણ જોહરે જાહેર કરી
  • 31 ડિસેમ્બરે ફિલ્મ થશે રિલીઝ

મુંબઈઃ- ફિલ્મ ‘લાઈગર’નું કરણ જોહરે પોસ્ટર શેર કર્યું છે અને તેને શેર કરતા કરણે કેપ્શનમાં લખ્યું- એક્શન, થ્રિલર અને પાગલપન – આ એકદમ શાનદાર હશે. તેની પ્રથમ ઝલક 31મી ડિસેમ્બરે બતાવવામાં આવશે અને તમારા નવા વર્ષની આ ધમાકાથી શરૂઆત કરો. આ સાથે તેણે જણાવ્યું છે કે વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. રિલીઝ થયેલા પોસ્ટર પર લખ્યું છે- આ નવા વર્ષે આગ લગાડી દઈશુ.

ઉલ્લેખનીય છે કે ફિલ્મના દિગ્દર્શક ‘લાઈગર’નું નિર્દેશન પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવ્યું છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે.

ફિલ્મ વિશે જો વાત કરવામાં આવે તો આ એક પૈન ઈન્ડિયા ફિલ્મ છે જે હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. અનન્યા-દેવરકોંડા ઉપરાંત વિશુ રેડ્ડી, અલી, મકરંદ દેશ પાંડે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં ભજવતા જોવા મળશે. ફિલ્મમાં દેવેરાકોંડા બોક્સરની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે અનન્યા તેને સપોર્ટ કરતી જોવા મળશે. આ ફિલ્મ વિશે ઘણા સમયથી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે ત્યારે ફાઈનલી તેની રિલીઝ ડેટ પણ જાહરે કરવામાં આવી ચૂકી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code