1. Home
  2. ગુજરાતી
  3. પુત્રને પીડાથી મળી મુક્તિ, તો માતાએ કહ્યું હું ખુશ છું, તુ ચાલ્યો ગયો
પુત્રને પીડાથી મળી મુક્તિ, તો માતાએ કહ્યું હું ખુશ છું, તુ ચાલ્યો ગયો

પુત્રને પીડાથી મળી મુક્તિ, તો માતાએ કહ્યું હું ખુશ છું, તુ ચાલ્યો ગયો

0
Social Share
  • માતાનો બાળક પ્રત્યે પ્રેમ
  • ન જોઈ શકી પોતાના બાળકની પીડા
  • બાળકના મૃત્યુ પર માતાએ કહ્યું કંઇક આવું

આજ સુધી વિશ્વમાં એવા કોઈ વ્યક્તિનો જન્મ થયો નથી જે માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ બતાવી શકે, અથવા કોઈ એવું મશીન બન્યું નથી જે માતા અને બાળક વચ્ચેનો પ્રેમ દર્શાવી શકે. માતાનો પ્રેમ અપાર હોય છે અને તેનું જીવતું અને જાગતું ઉદાહરણ ફરી એકવાર જોવા મળ્યું છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે તેમાં એક માતા દ્વારા પોતાના બાળકની મૃત્યુ પર ખુશી વ્યક્ત કરવામાં આવી છે. આ પાછળ માતાની ખુશી નથી પણ તે જણાવી રહી છે પોતાના બાળકનું મૃત્યુ થવાથી તે કેમ ખુશ છે. વીડિયોમાં બતાવવામાં આવેલી જાણકારી અનુસાર તે મહિલાના 6 વર્ષના બાળકને દુર્લભ બિમારી હતી. વ્હિટની ફ્રોસ્ટ નામની મહિલાએ શનિવારે પોતાના સોશિયલ મિડીયા પર પોતાના પુત્રના ફોટા અને વીડિયો શેર કરતાં કહ્યું હતું કે, તેનો પુત્ર મૃત્યુ પામ્યો છે. પરંતુ તે ખુશ છે કારણ કે હવે તેને વધુ દર્દ સહન નહી કરવું પડે.

https://www.instagram.com/dub_frost/?utm_source=ig_embed&ig_rid=e37ce5d3-5124-4817-bafd-231e8ba597a8

વ્હિટનીએ જણાવ્યું હતું કે, 6 વર્ષનો પુત્ર ”ઈન્ફેન્ટાઈલ ન્યુરોએક્સોનલ ડિસ્ટ્રોફી” નામની બીમારીથી પીડાતો હતો જે એક દુર્લભ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે. તે લાંબા સમયથી તેની સારવાર કરી રહી હતી. પરંતુ તેની તબિયતમાં કોઈ ફરક પડતો ન હતો.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ એન્ડ સ્ટ્રોકના જણાવ્યા અનુસાર INAD એક દુર્લભ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે આ બીમારી નર્વ સેલના તે ભાગ પર અસર કરે છે જે વ્યક્તિના માઈન્ડમાંથી મેસેજ પ્રાપ્ત કરીને બોડીના અન્ય ભાગ સુધી પહોંચાડે છે. નિષ્ણાતોના અનુસાર, આ બીમારીની કોઈ સારવાર નથી.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code