1. Home
  2. ગુજરાતી
  3. IPL 2020 માટે સજ્જ યૂએઈ – અબુધાબી અને દુબઈનું સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યું
IPL 2020 માટે સજ્જ યૂએઈ – અબુધાબી અને દુબઈનું સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યું

IPL 2020 માટે સજ્જ યૂએઈ – અબુધાબી અને દુબઈનું સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યું

0
Social Share
  • યૂએઈ આઈપીએલ માટે સજ્જ
  • દુબઈ અને અબુધાબીના સ્ટેડીયમને રોશનીથી ડેકોરેટ કરાયા
  • પ્રથમ વખત આઈપીએલ દેશની બહાર રમાઈ રહી છે
  • આઈપીએલની 56 લીગ મેચ રમાનાર છે
  • 24 મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
  • 20 મેચ અબુધાબીના શોખ જાયજ અને 12 મેચ  શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલ-2020 શરુ થવામાં હવે ગણતરીના  દિવસો જ બાકી રહ્યા છે, છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાનો કહેર અને લોકડાઉનના કારણે લોકોને રમત-ગમત મનોરંજન પુરતુ મળી નહોતું રહ્યું ત્યારે આવી સ્થિતિમાં આઈપીએલની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ખુબ જ રાહ જોવાઈ રહેલી ટી -20 ટૂર્નામેન્ટ આવનારી 19 સપ્ટેમ્બરથી અબુધાબીમાં શરૂ થનાર છે. ઉદ્ઘાટનમાં મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રનર્સ અપ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનાર છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના સેક્રેટરી એવા જય શાહે બુધવારના રોજ તેમના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર દુબઈ અને અબુધાબીના સ્ટેડિયમ્સની તસવીરો શેર કરી છે.

આ ફોટોઝમાં જોઈ શકાય છે કે સ્ટેડિયમને કેટલી સરસ રીતે શણગારવામાં આવ્યું છે જે જોતા અંદાજો લાગી શકે છે કે,આપીએલની તડામાર તૈયારીઓ યુએઈ દ્વારા કરવામાં આવી છે

દુબઈ અને અબુધાબીના સ્ટેડિયમમાં અદભૂત દ્રશ્યો જોવા મળ્યા છે, વર્ષની ખુબજ પ્રિતિષ્ઠિત ટૂર્નામેન્ટ આપીએલ 2020ની મહેમાન નવાઝી માટે સંયૂકર્ત અરબ અમીરાત તૈયાર છે.ઉલ્લેખનીય છે કે, આઈપીએલ કુલ 56 લીગ હરિફાઈમાં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 24 મેચ રમાનાર છે જ્યારે આઈપીએલની  20 મેચ અબુધાબીના શેખ જાયજ સ્ટેડિયમમાં રમાશે.

બીજી તરફ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લીગની 12 મેચ રમાનાર છે. તાજેતરમાં, બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ શારજાહ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આઈપીએલ 2020 યુએઈમાં યોજાઈ રહી છે અને આ ટી 20 લીગની મહેમાન નવાઝી દુબઈ, અબુધાબી અને શારજાહ કરશે.

સાહીન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code