
માતા-પિતાએ બાળક સાથે સંભાળીને બોલવા જોઈએ શબ્દો, બાળકના આત્મવિશ્વાસ પર તેની પડે છે અસર
- માતા પિતાએ બાળકને ક્યારેય એઅપશબ્દો ન બોલવા જોઈએ
- બાળક સામે ક્યારે બીજાની સરખામણી ન કરવી જોઈએ
દરેક કપલ ઈચ્છે છે કે તે એક સારા માતા પિતા બને અને તેનું બાળક પણ સારા સંસ્કારથી ઉછરે, જો કે બાળકને સંસ્કાર આપવામાં સૌથી મોટા હાથ માતા પિતાનો છે જેથી માતા પિતાનું બાળક સાથેનું વર્તન બાળકના આત્મવિશ્વાસ પર અસર કરે છથે,જેથી કરીને ક્યારેય માતાપિતા એ બાળકની સામે ગાળો બોલવી કે અપશબ્દો બોલવા જેવા કામ ન કરવા જોઈએ. બાળકોના જીવનમાં હંમેશા ખુશીઓ લાવવાની જવાબદારી પણ તમારી છે. ક્યારેક એવું બને છે કે બાળકોને ખુશ કરવા માટે આપણે મજાકમાં એવી વાતો કહીએ છીએ, જેનાથી તેમના મન પર અસર થાય છે. દરેક સ્થિતિમાં બાળકો સાથે સમજી વિચારીને વાત કરવી ખૂબ જ જરૂરી છે. કેટલાક શબ્દો એવા હોય છે જે બાળકોએ મજાકમાં પણ ન બોલવા જોઈએ.
તું ગાંડો છે,કે પાગલ છે એવા શબ્દો ન વાપરવા જોઈએ
મોટાભાગના લોકો આ સંવાદ કરતા હોય છે, પરંતુ બાળકો સાથે આવી વાતો ક્યારેય ન બોલો. આવું કહેવાથી બાળક હતાશઆ અનુભવે છે. તેનાથી બાળકોનો આત્મવિશ્વાસ ઘટી શકે છે.
આમ પણ તું કી કાનમનો નથી, અથવા તારા કામના ઠેકાણા નથી હોતા વગેરે
જો તમે કોઈ કામ પરફેક્ટ ન થવાના કારણે તમારા બાળકોને હંમેશા આવું કહો છો, તો આ આદત છોડી દો, તેના કારણે તમારું બાળક પોતાને બીજા કરતા ઓછું સમજવા લાગશે.અને અંદોર અંદર તે ડિપ્રેશનમાં પણ એવી શકે છે.
ક્યારેય બાળકોને અપશબ્દો કે ગાળ ન બોલવી
બાળકો સાથે ક્યારેય દુર્વ્યવહાર ન કરો. ખરાબ શબ્દો કે ગાળો ન બોલવી આવું સાંભળવાથી બાળકોના મનમાં નકારાત્મકતા આવે છે, જે તેમના માનસિક સ્તર પર પણ અસર કરે છે.સાથે તે પણ મોટા થતા આવું બોલતા શીખે છે. બાળક પણ દુર્વ્યવહાર કરતા શીખે છે, તેથી ક્યારેય બાળકો સાથે દુર્વ્યવહાર કરશો નહીં.
તારા કરતા પેલો ભાઈ કે બહેન સારો એવું પણ ન બોલવું
તમારા બે બાળકોની ક્યારેય સરખામણી ન કરો. આમ કરવાથી બાળકો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનો શિકાર બને છે. આ સિવાય તેમના મનમાં તેમના ભાઈ/બહેન પ્રત્યે ઈર્ષ્યાની લાગણી પણ જન્મે છે પરિણામે બાણપણથી જ ભાઈ બંધુઓમાં દુશ્મની જામે છે.