
દુનિયામાં એવી પણ જગ્યા આવેલી છે કે જ્યાં લોકોનું આયુષ્ય સામાન્ય કરતા પણ હોય છે વધુ
- જાપાન.ન્યૂઝિલેન્ડમાં લોકો લાબું આયુષ્ય જીવે છે
- સ્વાસ્થ્યની સંભાળ- સારી આબોહવા લાંબા જીવન માટે જવાબદાર
આપણે જોઈ રહ્યા છે કે દુનિયામાં ઘણી બધી અવનવી બીમારીઓ આવી રહી છે જેમાંથી કેટલીક બીમારીતો જીવલેણ છે, જ્યાં પહેલાના સમયમાં ભઆરતમાં સરેરાશ આયુષ્ય 70 80 વર્ષનું હતું ત્યારે હવે તે માં- 65 70 પર આવીને અટક્યું છે. હવે મોત જાણે સામાન્યબની ગયું છે,રોજે રોજ કેટલાય લોકો જીવ ગુામાવે છે તે પણ ખૂબ નાની વયે.જો કે વિશ્વમાં હાલ પણ એવા કેટલાક દેશો છે જ્યા આજે પણ માનવી તંદુરસ્ત રીતે 100 વર્ષ જીવવામાં સફળ રહ્યો છે.
જાપાન – જાપાનના લોકો પણ સૌથી લાંબુ જીવે છે. ડબ્લ્યુએચઓના રેકોર્ડ મુજબ, મોટાભાગના જાપાની લોકો તેમના 75 વર્ષ સુધી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમને કોઈ વિકલાંગતા પણ નથી. અહીંના વૃદ્ધો સામાન્ય રોગોથી સૌથી ઓછા મૃત્યુ પામે છે.સાથે જ મોટી ઉમંરે પણ તંદુરસ્ત રહે છે.
સ્વિટ્ઝર્લેન્ડ– સ્વિટ્ઝર્લેન્ડમાં પણ લોકો સંપૂર્ણ જીવન જીવે છે. અહીં ખુશીને કારણે લોકો તણાવથી દૂર રહે છે. આ સાથે અહીં પ્રદૂષણ ન હોવાને કારણે બીમારીઓ પણ ઓછી થાય છે.
સિંગાપોર- અહેવાલો અનુસાર, સિંગાપોરમાં છેલ્લા ત્રણ દાયકામાં તેના જીવનમાં 10 વર્ષનો વધારો જોવા મળ્યો છે. વધુમાં, દીર્ઘકાલીન રોગની વહેલી શોધ અને નિવારણથી આ દીર્ધાયુષ્યના મુદ્દા પર નોંધપાત્ર અસર કરવામાં મદદ મળી છે.
હોંગકોંગ- આ યાદીમાં હોંગકોંગ પણ સામેલ છે. વિશ્વના અન્ય દેશોમાં રહેતી મહિલાઓ કરતાં અહીંની મહિલાઓ કથિત રીતે લાંબુ જીવે છે. નિષ્ણાંતોના મતે અહીં મહિલાઓ લાંબા સમય સુધી જીવે છે તેનું કારણ એ છે કે તેઓ દિવસ-રાત મહેનત કરે છે અને ચાલવાનું વધુ રાખે છે.
મોનાકો – મોનાકો ગીચ વસ્તીવાળો દેશ છે, વિશ્વનો બીજો સૌથી નાનો દેશ છે, પરંતુ તેના લોકો સૌથી વધુ જીવે છે. અહીં રહેતા લોકોના લાંબા આયુષ્ય માટે ઘણા પરિબળો જવાબદાર છે. જેમાં આરોગ્યપ્રદ ખોરાક અને શ્રેષ્ઠ આરોગ્યસંભાળ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. અહીંનું જીવન ઓછું તણાવપૂર્ણ છે.
આઈસલેન્ડ – સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે, આયુષ્યના સંદર્ભમાં આઇસલેન્ડ સમગ્ર વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. સામાન્ય રીતે અહીં રહેતા લોકો ઓછા માંદા પડે છે. હૃદયરોગ અને ડિપ્રેશનના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. ઉત્તમ આહારના કારણે અહીંના લોકો સંપૂર્ણ જીવન જીવે છે.