1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપ સરકારના બજેટમાં બેરોજગારી, મોંઘવારી ઘટાડવા કોઈ નક્કર આયોજન નથીઃ કોંગ્રેસ
ભાજપ સરકારના બજેટમાં બેરોજગારી, મોંઘવારી ઘટાડવા કોઈ નક્કર આયોજન નથીઃ કોંગ્રેસ

ભાજપ સરકારના બજેટમાં બેરોજગારી, મોંઘવારી ઘટાડવા કોઈ નક્કર આયોજન નથીઃ કોંગ્રેસ

0
Social Share

અમદાવાદઃ લોકસભામાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલા વર્ષ 2024-25ના બજેટને રાહત આપનારૂ ન હોવાની ટીકા કરીને ગુજરાત કોંગ્રેસે બજેટને મોંઘવારી અને બેરોજગારી વધારનારૂં ગણાવ્યું હતું

ચૂંટણી આવતી હોય ત્યારે કોઈપણ સરકારનું છેલ્લું બજેટ લોકોને રાહતો અને આકાંક્ષાઓ પૂરી કરતું હોય પરંતુ, ભાજપની સરકારનું વચગાળાનું બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારું નથી. પ્રમાણિક કરદાતાઓને ઈન્કમટેક્ષના સ્લેબમાં કોઈ મોટી રાહત મળશે તેવી મોટી અપેક્ષા હતી પણ કરદાતાઓને કોઈ રાહત નથી. તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું

તેમણે કેન્દ્રિય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દેશમાં ગરીબો અને ગરીબી સતત વધતી જાય છે, નાણામંત્રીએ રજુ કરેલું બજેટ મોંઘવારી, બેરોજગારી વધારનારું, અસમાનતા વધારનારું, વિકાસના નામે બેફામ ખર્ચા વાળું, મોટા ઉદ્યોગ ગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરનારું, નાના વેપારી-નાના ઉદ્યોગને મારી નાંખનારું આ અંતિમ બજેટ નિરાશાજનક છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના હિરા ઉદ્યોગની સતત માંગ હતી કે, ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે, હિરા ઉદ્યોગમાં મંદી છે તેમ છતાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. બેજટની જાહેરાતોમાં શબ્દોની સજાવટ છે, પરંતુ એ જાહેરાતોને પરીપૂર્ણ કરવા નાણાંની ફાળવણી જોવા મળતી નથી. ડાયરેક્ટ ટેક્ષ, ઈનડાયરેક્ટ ટેક્ષ અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈપણ પ્રકારની રાહત નથી.

2014 થી 2024 દસ વર્ષ દરમ્યાન બજેટમાં વચનો આપવામાં આવ્યા પણ મોટા ભાગની યોજનાના અમલીકરણ પાછળ કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી.  અનેક યોજનાઓમાં માત્ર પાંચ ટકાથી 35 ટકા સુધીનો જ ખર્ચ થયો છે. દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે આ બજેટમાં કોઈ નક્કર આયોજન જોવા મળતું નથી. જુદી જુદી યોજનાઓના અમલીકરણ અને પરિણામોથી પ્રભાવિત કરી શકાય તેમ નથી એટલે સતત આંકડાઓથી પ્રભાવિત કરવાનો વધુ એક પ્રયાસ વચગાળાના બજેટમાં જોવા મળી રહ્યો છે. આઝાદી પછી પ્રથમ વખત કેન્દ્ર સરકારે આ અંગે સ્વિકારી લઈને આર્થિક સર્વે આ વખતે બહાર પાડ્યો નથી. જેથી ધુંધળું આર્થિક વિગતો દેશની જનતા સમક્ષ ખુલ્લી ન પડી જાય. એકંદરે બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને નાના ઉદ્યોગકર્તાઓની સાથે દેશના સામાન્ય નાગરિકો માટે અત્યંત નિરાશાજનક છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code