1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના આ સુપ્રસિદ્ધ મંદિરમાં લાગે છે ભક્તોની લાંબી લાઇન, આટલા વર્ષ મંદિરનો વાંચો ઇતિહાસ
રાજકોટના આ સુપ્રસિદ્ધ મંદિરમાં લાગે છે ભક્તોની લાંબી લાઇન, આટલા વર્ષ મંદિરનો વાંચો ઇતિહાસ

રાજકોટના આ સુપ્રસિદ્ધ મંદિરમાં લાગે છે ભક્તોની લાંબી લાઇન, આટલા વર્ષ મંદિરનો વાંચો ઇતિહાસ

0
Social Share
  • જાણો રામનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ
  • રામનાથ મહાદેવ મંદિર ધરાવે છે આગવું સ્થાન!
  • આજી નદીનાં બંને વહણો વચ્ચે બિરાજે છે મહાદેવ

રાજકોટ : શિવભક્તિ માટે પરમ શ્રેષ્ઠ ગણાયેલો માસ એટલે શ્રાવણ માસ.ગુજરાતભરના તમામ જાણીતા મહાદેવ મંદિરો પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ત્યારે રાજકોટ શહેરના સુપ્રસિદ્ધ મહાદેવ મંદિરનો ઇતિહાસ પણ અનેરો છે.. તો આવો જાણીએ રામનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ..

રાજકોટમાં આજીડેમની વચ્ચે રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે.રામનાથ મહાદેવનું આ મંદિર ખૂબ પૌરાણિક મંદિર છે. કરોડો લોકોની શ્રદ્ધા રામનાથ મહાદેવ સાથે જોડાયેલી છે અને શ્રાવણ મહિનાના પર્વને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યાં છે. ભાવિકો પૂજા-પાઠ, દૂધ અભિષેક, બિલ્લીપત્ર ચડાવીને મહાદેવને પ્રસન્ન કરી રહ્યાં છે.

આજથી લગભગ 1700 વર્ષ પહેલા સ્વયંભૂ રીતે મહાદેવ અહીં પ્રગટ થયા છે.. જે ‘રામનાથ’ મહાદેવના નામથી સુવિખ્યાત થયા. રાજકોટ વસ્યા પહેલાનો આ ઘાટ મંદિર હોવાથી તે ગ્રામ્ય મંદિર તરીકે પણ જાણીતું છે. આજી નદીનાં બંને વહણો વચ્ચે સુંદર પ્રાકૃતિ વાતાવરણ વચ્ચે બિરાજેલ દેવોના દેવ મહાદેવ મંદિરે કરોડો ભાવિકો સાથે રાજકોટનું આસ્થા બિંદુ છે. રાજકોટ સ્ટેટ પણ રામનાથ મહાદેવની પૂજા કરે છે. સારા પ્રસંગે પ્રથમ કંકોત્રી ગ્રામ્ય દેવતાના નામે જ હજી લખાય છે.જયારે આજી નદીમાં પૂર આવે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભકતો દ્વારા જલાભિષેકની સાથે ચોમાસે કુદરત દ્વારા પણ જલાભિષેક થાય છે.જોકે ચોમાસામાં મંદિર પાણીમાં ગરકાવ હોવાથી રામનાથનું ઉપમંદિર છે.ત્યાં ભાવિકો પૂજન કરે છે

અમુક સંતોને લોક વાયકાનાં આધારે એવું પણ જણાય છે કે ગીરનારની સાથે અહીં મહાદેવ પ્રગટ થયા છે. દર શ્રાવણ મહિને અહીં ભકતોની ભીડ જોવા મળે છે. શ્રાવણી સોમવારે ‘રામનાથ દાદાનો ફૂલેકા ઉત્સવ પણ કાઢવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીના પગલે સરકારની ગાઈડ લાઈન મુજબ શ્રાવણી પર્વ ઉજવાઈ રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code