1. Home
  2. ગુજરાતી
  3. G-20 DEWG ની ત્રીજી બેઠક આજથી પુણેમાં થશે શરૂ,સાયબર ક્રાઈમ અને ડિજિટલ ઈકોનોમી પર થશે ચર્ચા
G-20 DEWG ની ત્રીજી બેઠક આજથી પુણેમાં થશે શરૂ,સાયબર ક્રાઈમ અને ડિજિટલ ઈકોનોમી પર થશે ચર્ચા

G-20 DEWG ની ત્રીજી બેઠક આજથી પુણેમાં થશે શરૂ,સાયબર ક્રાઈમ અને ડિજિટલ ઈકોનોમી પર થશે ચર્ચા

0
Social Share

મુંબઈ : G20 ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રુપની ત્રીજી બેઠક સોમવારથી મહારાષ્ટ્રના પુણે શહેરમાં યોજાશે. એક અધિકારીએ આ માહિતી આપી. બેઠકમાં સાયબર સુરક્ષા, ડિજિટલ અર્થતંત્ર અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન ‘ગ્લોબલ ડીપીઆઈ સમિટ’ અને ‘ગ્લોબલ ડીપીઆઈ એક્ઝિબિશન’નું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

DEWG બેઠકનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કરશે. અધિકૃત સચિવ અલ્કેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે ઉદઘાટન સત્રમાં કેટલાક રસ ધરાવતા દેશો સાથે ઈન્ડિયા સ્ટેક શેર કરવા માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ જોવા મળશે.

સમિટમાં 150 વિદેશી પ્રતિનિધિઓ સહિત લગભગ 300 વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લેશે. ભાગીદારીમાં 46 દેશોના (પ્રતિનિધિઓ) સામેલ છે જ્યારે ગલ્ફ દેશો તેમના મંત્રી સ્તરે ભાગ લેશે. આ ઉપરાંત 47 વૈશ્વિક ડિજિટલ લીડર્સ સમિટમાં હાજરી આપશે. સમિટમાં ભાગ લેનાર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં UNDP, UNESCO, WEF, World Bank, ITU, ADB, ICRISAT, OECD, UNCDF, Asia PKI કન્સોર્ટિયમ અને BMGF સામેલ છે.

આ ઉપરાંત, સમાંતર વૈશ્વિક DPI પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિજિટલ ઓળખ, ઝડપી ચુકવણી, ડિજીલોકર, સોઇલ હેલ્થ કાર્ડ, ઇ-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, નવા યુગના શાસન માટે સંકલિત મોબાઇલ એપ્લિકેશન અને ડિજિટલ ઇન્ડિયા જર્નીના ગેમિફિકેશન પર 14 અનુભવ ક્ષેત્રો દર્શાવવામાં આવશે.

 

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code