
આલિયા ભટ્ટે હિન્દી સિનેમામાં પોતાના 13 વર્ષના કરિયરમાં સારું નામ કમાયું છે. હવે તે બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. તેના પિતા મહેશ ભટ્ટ પણ બોલીવુડના મોટા દિગ્દર્શક છે. મહેશ ભટ્ટે પોતાના સમયમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેઓ પોતાની ફિલ્મો તેમજ પોતાના વર્તનને કારણે સમાચારમાં રહ્યા છે. એક સમયે તેમણે પોતાની ફિલ્મમાંથી એક અભિનેત્રીને કાઢી મુકી હતી. આજે આ અભિનેત્રી બોલીવુડમાં જાણીતુ નામ છે. આ અભિનેત્રીએ પોતાની કારકિર્દીમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને તે પોતાની પુત્રી આલિયા ભટ્ટની જેમ મોટી અભિનેત્રી બનવામાં સફળ રહી છે. અહીં આપણે લેડી સુપરસ્ટાર કેટરિના કૈફ વિશે વાત કરી રહ્યા છીએ. બોલિવૂડમાં શરૂઆતના વર્ષોમાં કેટરિનાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હિન્દી યોગ્ય રીતે ન આવડતી હોવાને કારણે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
કેટરિના કૈફનો જન્મ ૧૬ જુલાઈ ૧૯૮૩ના રોજ બ્રિટિશ હોંગકોંગમાં થયો હતો. જ્યારે કેટરિના મોડેલ તરીકે કામ કરતી હતી, ત્યારે તે તેના મિત્રો સાથે ભારત આવી હતી. ત્યારબાદ તેણે મુંબઈમાં એક ફેશન શોમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ દિગ્દર્શક કૈઝાદ ગુસ્તાદે અભિનેત્રી પર નજર નાખી અને તેને પોતાની ફિલ્મ ‘બૂમ’ (૨૦૦૩) ઓફર કરી હતી. આમાં કેટરિનાએ અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ અને ગુલશન ગ્રોવર સાથે કામ કર્યું હતું.
કેટરિનાને 2003 માં ફિલ્મ ‘સાયા’ માટે પણ સાઇન કરવામાં આવી હતી. તેના નિર્માતા મહેશ ભટ્ટ હતા. જ્યારે કેટરિનાએ પહેલા દિવસે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું, ત્યારે તે ન તો યોગ્ય રીતે અભિનય કરી શકતી હતી અને ન તો તે યોગ્ય રીતે હિન્દી બોલતા આવડતી હતી. આ કારણે મહેશ ખૂબ ગુસ્સે થયા અને તેમણે તરત જ કેટરિનાને તેની ફિલ્મમાંથી બહારનો રસ્તો બતાવી દીધો. જો કે, કેટરિનાએ તેના 22 વર્ષના અભિનય કરિયરમાં ‘એક થા ટાઇગર’, ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘ધૂમ 3’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ‘સૂર્યવંશી’, ‘વેલકમ’, ‘પાર્ટનર’, ‘ન્યૂ યોર્ક’, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’, ‘રાજનીતી’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ અને ‘ભારત’ સહિત ઘણી ફિલ્મો હિટ અને સુપરહિટ રહી છે.