આ એક એવી ભયાનક જગ્યા કે જ્યાં જતા સૌ કોઈને લાગે છે ડર જાણો ક્યા છે આ ખતરનાક જગ્યા
ભારતમાં કેટલાક સ્થળો એવા આવેલા છે કે જો તમે ત્યાં જવાનું પણ વિચારો છો તો તમારા પરસેવા છૂટી જાય છે અને એક વખત જો હિમ્મત કરીને ત્યા પહોંચી પણ જાઓ છો તો પાછા ફરશો કે કેમ તે પણ એક સવાલ છે,તો વળઈ કેટાક લોકો તો આ જગ્યાઓના નામ સાંભળીએન કાપી ઉઠે છે તો ચાલો જોઈએ ભારતમાં જ આવેલી કેટલીક આવી ખતરનાક અને જરામણી જગ્યાઓ વિશે.
કોટા રાજસ્થાનના કોટા શહેરમાં બ્રિજ રાજ ભવન પેલેસ નામની એક હોટલ છે. આ હોટલ લગભગ 178 વર્ષ જૂની છે. 1980ના દાયકામાં તેને હેરિટેજ હોટલમાં પરિવર્તિત કરવામાં આવી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ જગ્યાને ભૂતનું ઘર કહેવામાં આવે છે. કહેવાય છે કે આ જગ્યા પર મેજર બર્ટનના ભૂતનો વસવાટ છે અહી આવતા સૌ કોઈ ડરે છે.
જો દેશની રાજધાનીમાં આ પ્રકારની જગ્યા વિશે વાત કરીએ તો દિલ્હીમાં ભૂતની વાર્તાઓ ખૂબ જ લોકપ્રિય છે. દિલ્હી દેશના અન્ય શહેરો સાથે રોડ અને રેલ દ્વારા પણ જોડાયેલ છે. કહેવાય છે કે દિલ્હી કેન્ટ પાસેનો વિસ્તાર ડરામણો છે. લોકોનું માનવું છે કે અહીં સ્ત્રીનું ભૂત રહે છે. જે ઘણી વખત સફેદ કપડામાં જોવા મળી છે. એવી વાર્તાઓ છે કે આ મહિલાનું ભૂત પસાર થતા વાહનો પાસેથી લિફ્ટ માંગે છે અને પછી અચાનક ગાયબ થઈ જાય છે.જેથી અહી આવતા લોકો ડરતા હોય છે.
જો મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના પુણે શહેરમાં સ્થિત શનિવાર વાડા કિલ્લો પેશ્વા વંશના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાની દિવાલોમાં પણ ઘણી વાર્તાઓ વર્તાઈ છે. સેંકડો વર્ષ પહેલા અહીં જે બન્યું હતું તે સાંભળીને આજે પણ લોકોનો આત્મા કંપી ઉઠે છે. અહીં શાહી સિંહાસનના વારસદાર, એક રાજકુમારની તેના નજીકના સંબંધીઓના આદેશ પર હત્યા કરવામાં આવી હતી. જે પછી એવું માનવામાં આવે છે કે તેની ચીસો હજુ પણ અહીં સંભળાય છે. એટલા માટે લોકો સૂર્યાસ્ત પછી અહીં આવતા ડરે છે.
રાજસ્થાનના અલવરમાં સ્થિત ભાનગઢનો કિલ્લો ડરામણા હોવાને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ કિલ્લાનું વાતાવરણ એવું છે કે કોઈની હાજરીનો અહેસાસ કરી શકાય છે. અહીં આવતા લોકો અચાનક બેચેની અનુભવવા લાગે છે. એવી પણ અફવા છે કે અહીં આવ્યા પછી ઘણા લોકો ગાયબ થઈ ગયા છે. જો કે, હજુ પણ ભાનગઢની મુલાકાત લેતા લોકોની સંખ્યા ઘણી વધારે છે. આ કિલ્લાની બહાર સ્પષ્ટ લખેલું છે કે સાંજ પછી અહીં ન રોકાવું. એટલે અહી સાંજ પડતા ડ બધા બહાર જતા રહે છે કોઈ પણ સાંજે આવવાની હિમ્મત કરતું નથી.