
વિદેશ જવા માંગતા લોકો 28 દિવસમાં જ લઈ શકે છે કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝઃ- જાણો વેક્સિનને લઈને નવી ગાઈડલાઈન
- વિદેશ જવા માગતા લોકો 28 દિવસમાં લઈ શકે કોવિશિલ્ડનો બીજો ડોઝ
- સરકારે જારી કરી વેક્સિનને લઈને નવી ગાઈડલાઈન્સ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે દેશમાં વેક્સિન આપવાની પ્રક્રિયા પણ પુરજોશમાં જોવા મળે છે, ત્યારે હવે વિદેશની મુસાફરી કરનારાઓ માટે વેક્ક્સિનને લઈને કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જો કોઈ વિદેશની યાત્રા કરવા માટે જઈ રહ્યું છે તો,કોરોનાની વેક્સિન કોવિશિલ્ડનો બીજો ડોઝ પ્રથમ ડોઝના 28 દિવસ પછી ગમે ત્યારે લઈ શકાય છે. જો કે આમ તો કોવિશિલ્ડ માટે કેન્દ્ર સરકારે પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું અંતર રાખ્યો છે.
સરકારે જારી કરેલી નવી ગાઈડલાઈન્સમાં જણાવાયું છે કે વિદેશયાત્રા માટે માત્ર કોવિશિલ્ડ લેનારાઓને જ વિદેશ પ્રવાસ માટે રસીકરણનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર પર પાસપોર્ટ નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. ભારતની બીજી કોવેક્સિન તેના માટે યોગ્ય ગણાશે નહી.
આ માર્ગદર્શિકા તે લોકો માટે જારી કરવામાં આવી છે જેની ઉંમર 18 વર્ષથી વધુ છે અને 31 ઓગસ્ટ સુધીમાં વિદેશનો પ્રવાસ કરવા માંગે છે.જે ખાસ કરીને અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ, નોકરી માટે વિદેશ જતા લોકો, ટોક્યો ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓ અને તેમની સાથેનો સ્ટાફ નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ શ્રેણીના લોકોને ધ્યાનમાં લઈને આ ખાસ વ્યવસ્થા કરવા માટે આવી છે.
વિદેશ જવા માંગતા લોકો 28 દિવસમાં જ લઈ શકે છે કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝઃ- જાણો વેક્સિનને લઈને નવી ગાઈડલાઈન્સ
વિદેશ જવા માગતા લોકો 28 દિવસમાં લઈ શકે કોવિશિલ્ડનો બીજો ડોઝ
સરકારે જારી કરી વેક્સિનને લઈને નવી ગાઈલાઈન્સ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે દેશમાં વેક્સિન આપવાની પ્રક્રિયા પણ પુરજોશમાં જોવા મળે છે, ત્યારે હવે વિદેશની મુસાફરી કરનારાઓ માટે વેક્ક્સિનને લઈને કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જો કોઈની યાત્રા કરવા માટે જઈ રહ્યું છે તો,કોરોનાની વેક્સિન કોવિશિલ્ડનો બીજો ડોઝ પ્રથમ ડોઝના 28 દિવસ પછી ગમે ત્યારે લઈ શકાય છે. જો કે આમ તો કોવિશિલ્ડ માટે કેન્દ્ર સરકારે પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું અંતર રાખ્યો છે.
સરકારે જારી કરેલી નવી ગાઈડલાઈન્સમાં જણાવાયું છે કે વિદેશયાત્રા માટે માત્ર કોવિશિલ્ડ લેનારાઓને જ વિદેશ પ્રવાસ માટે રસીકરણનું પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર પર પાસપોર્ટ નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. ભારતની બીજી કોવેક્સિન તેના માટે યોગ્ય ગણાશે નહી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 રસી મેળવવા માટે જરૂરી ફોટો આઈડીમાં યુનિક ડિસેબિલિટી આઈડી કાર્ડનો સમાવેશ કરવા બાબતે નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે , રસી મેળવવા માટે, કોઈપણ મોડથી રજિસ્ટ્રેશન કરતાં પહેલાં ઓળખ કાર્ડ બતાવવું પડશે. આવી સ્થિતિમાં હવે દિવ્યાંગ યુડીઆઈડી બતાવીને રસીકરણનો લાભ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે કોવિશિલ્ડનો એક ડોઝ લીધા પછી બીઝા ડોઝ માટે સરકારે 12 થી વલઈને 16 અઠવાડિયોન સમયગાળો રાખ્યો છે,પરંતુ વિદેશ જતા લોકો માટે માત્ર 28 દિવસમાં બીજો ડોઝ લેવાની છૂટ આપવામાં આવી છે, જે માત્રને માત્ર કામ અર્થે વિદેશની યાત્રા કરવા જઈ રહ્યું છે તેના માટે આ નિર્દેશ જારી કરાયો છે.