
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ, રશિયાએ યુક્રેન સેનાના ઠેંકાણાઓ પર કર્યો મોટો હુમલો- 70 સૈનિકોના મોત
- રશિયાએ યુક્રેન સેનાને નિશાન બનાવી
- મોટો હુમલો કર્યો જેમાં 70ના મોત
દિલ્હીઃ રશિયા આજે સતત 6ઠ્ઠા દિવસે યુક્રેન પર હુમલો કરી રહ્યું છે, ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે,રશિયાએ યુક્રેનની સેના પર મોટો હુમલો કર્યો છે ઉલ્લેખનીય છે કે ર શિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે, પ્રથમ તબક્કાની વાટાઘાટો પણ બેલારુસમાં થઈ હતી છંત્તા રશિયા દ્રારા હુમલો કરવાની પક્રિયા શરુ જ છે.
આ યુદ્ધનો છઠ્ઠો દિવસ છે. જોકે, મંત્રણા વચ્ચે રશિયાએ હુમલા ઓછા કરી દીધા છે. જી7ના નેતાઓએ યુક્રેનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી છે. ઈયુ અને યુએ યુક્રેનને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. તે જ સમયે, બેલારુસ રશિયા માટે યુદ્ધમાં ઉતરવા માટે પણ તૈયારી દર્શાવી છે.
રશિયાની સેનાએ હવે યુક્રેન પર હુમલા તેજ કર્યા છે. મળતી માહિતી મુજબ, રશિયન સેનાએ ઓખ્તિરકા શહેરમાં એક મિલિટરી બેઝ પર બોમ્બ ફેંક્યા હતા. આમાં 70થી વધુ યુક્રેનિયન સૈનિકોના મોત થયા હતા. આજે રશિયાની સેના યુક્રેનમાં પાંચ દિવસમાં સૌથી વધુ તબાહી મચાવી રહી છે.
આ પહેલા સવારે ઉપગ્રહના જ્ર્શયોમાં જોવા મળ્યું હતું કે 64-કિમી લાંબો રશિયન લશ્કરી કાફલો યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહ્યો છે,યુએસ ટેક્નોલોજી ફર્મ મેક્સર ટેક્નૉલૉજીસની સેટેલાઇટ ઇમેજમાં એક રશિયન સૈન્ય કાફલો કિવની ઉત્તરે આગળ વધી રહ્યો છે. આ અગાઉ નોંધાયેલા આંકડા 27 કિમી કરતાં ઘણું લાંબુ છે. આ વિશાળ કાફલામાં બખ્તરબંધ વાહનો, ટેન્ક, આર્ટિલરી અને સહાયક વાહનોનો સમાવેશ થાય છે. કાફલો કિવના કેન્દ્રથી માત્ર 25 કિલોમીટર દૂર હતો.ત્યારે હવે યુક્રેનની સેનાને તેમણે ટારગેચ બનાવી છે જેમા 70 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે.