1. Home
  2. ગુજરાતી
  3. આજે વર્લ્ડ કપની બીજી મેચ – નેધરલેન્ડ અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે
આજે વર્લ્ડ કપની બીજી મેચ –  નેધરલેન્ડ અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે

આજે વર્લ્ડ કપની બીજી મેચ – નેધરલેન્ડ અને પાકિસ્તાન એકબીજા સામે ટકરાશે

0
Social Share

દિલ્હીઃ-  વિતેલા દિવસને 5 ઓક્ટોબરના રોજથી વર્લ્ડ કપનો આરંભ થઈ ચૂક્યો છે પ્રથમ દિવસે ન્યુઝિલેન્ડ અને ઈન્ગલેન્ડ એકબીજાને  ટ્ક્કર આપતા જોવા મળ્યા હતા ત્યારે આજે વર્લ્ડ કપ મેચનો બીજો દિવસ છે બે વાગ્યે મેચનો આરંભ થવા જઈ રહ્યો છે.

 વખતે ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહી છે. આવી સ્થિતિમાં દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન આ મેચ મોટા માર્જિનથી જીતીને રન રેટના મામલે આગળ વધવા ઈચ્છશે. બીજી તરફ નેધરલેન્ડ આજે પાકિસ્તાન સામે પૂરી તાકાત સાથે રમવા માંગશે

આજની મેચમાં પાકિસ્તાન સામે  નેધરલેન્ડનો પડકાર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. વર્તમાન વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે આ પ્રથમ મેચ છે. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 20 વર્ષ બાદ બંને વચ્ચે મેચ રમાશે. છેલ્લી વખત પાકિસ્તાન 2003માં જીત્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમ હજુ સુધી ODI ફોર્મેટમાં નેધરલેન્ડ સામે હારી નથી અને ટીમ આને જાળવી રાખવા માંગશે. જોકે, પાકિસ્તાનની ટીમ તેની બંને પ્રેક્ટિસ મેચ હારી ગઈ હતી. નેધરલેન્ડ સામેની મેચમાં તે પોતાની ખામીઓને દૂર કરીને તેના સ્ટાર ખેલાડીઓને ફોર્મમાં પરત ફરતા જોવાની આશા રાખશે. પ્રેક્ટિસ મેચોમાં પાકિસ્તાની બોલરોનું પ્રદર્શન સારું રહ્યું ન હતું અને બોલર રઉફ ફોર્મમાં પરત ફરે તેવી અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટિમે સેમિફાઇનલમાં પહોંચવા માટે ટીમ માટે ઓછામાં ઓછી 7 મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન કોઈપણ ભોગે આ મેચ જીતીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરવા ઈચ્છશે. નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કુલ 6 મેચ રમાઈ છે જેમાં પાકિસ્તાનની ટીમે તમામ વખત જીત મેળવી છે.
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code