1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે AMC એલર્ટ, ઠેર-ઠેર તપાસ
અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે AMC એલર્ટ, ઠેર-ઠેર તપાસ

અમદાવાદઃ સિંગલ યુઝ પ્લાસ્ટિક મુદ્દે AMC એલર્ટ, ઠેર-ઠેર તપાસ

0
Social Share

અમદાવાદઃ હેરિટેઝ સિટી અમદાવાદમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા દ્વારા અનેક પગલા લેવામાં આવ્યાં છે. શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા અનેક વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી મનપા દ્વારા પ્રતિબંધનો અમલ કરાવવા માટે તંત્રએ ઠેર ઠેર ચેકિંગ શરૂ કર્યું છે. એએમસીએ પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો કડકાઈથી અમલ કરાવવા માટે તમામ ખાતાને સૂચના આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પાર્ટી પ્લોટ ઉપરાંત કોમ્યુનિટી હોલ ઉપરાંત સામાજીક મેળાવડાના સ્થળોએ તેમજ લગ્ન પ્રસંગમાં કે મ્યુનિસિપલ હોસ્પિટલો અને શાળાઓ સહિત રીવરફ્રન્ટ તથા કાંકરિયા લેકફ્રન્ટ સહિતના તમામ સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકયો છે. જાહેર સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ના થાય એ માટેની જવાબદારી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. તમામ સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપરના પ્રતિબંધને લઈ જાહેર નોટિસ મુકવામાં આવશે. આ તમામ સ્થળોએ આ પ્રકારેના પ્લાસ્ટિકનો વપરાશ ના થાય એ જોવા ઉચ્ચ અધિકારીઓને તાકીદ કરાઈ છે. મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે જેથી દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code