1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોટિલાના માઉન્ટ પર આરોહણ-અવરોહણ સ્પર્ધા , 22મી ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
ચોટિલાના માઉન્ટ પર આરોહણ-અવરોહણ સ્પર્ધા , 22મી ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

ચોટિલાના માઉન્ટ પર આરોહણ-અવરોહણ સ્પર્ધા , 22મી ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

0
Social Share

સુરેન્દ્રનગરઃ  ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ડિસેમ્બર -2023માં ચોટીલા મુકામે ગુજરાત રાજ્યનાં યુવક અને યુવતીઓ માટેની રાજ્ય કક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં 14થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધક ભાઈઓ / બહેનો જુનીયર વિભાગમાં ભાગ લઈ શકશે.

ચોટીલાના માઉન્ટ પર આરોહણ- અવરોહણ સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાશે. જેમાં જુનિયર વિભાગમાં 14થી 18 વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના બ્લોગ dydosnr.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા 7359773810 નંબર પર વોટ્સએપ મારફત ફોર્મ મેળવી શકાશે. દરેક સ્પર્ધકોએ નિયત પ્રવેશપત્રોમાં માંગ્યા મુજબની તમામ વિગતો ભરી જરૂરી સહિ સિક્કા સાથેનું ફોર્મ તથા જરૂરી આધાર પૂરાવાની નકલ જોડી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર ખાતે તા. 22/12/2023 સુધી રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ /કુરિયર / પોસ્ટ મારફતે પહોંચતા કરવાના રહેશે. નિયત મર્યાદામાં સ્પર્ધકો ભાગ લઇ શકશે. જેથી નિશ્ચિત સંખ્યા કરતા વધારે ફોર્મ થશે એવા સંજોગોમાં વહેલા તે પહેલાના ધોરણે આવેલા ફોર્મવાળા સ્પર્ધકો ભાગ લઇ શકશે. આ ઉપરાંત અધુરી વિગતવાળા તથા ખોટી માહિતીવાળા તેમજ સહી સિક્કા વગરના ફોર્મ રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યકક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા 2023માં રજીસ્ટ્રેશન કરાવવા માટેની છેલ્લી તા.16 ડિસેમ્બર હતી, જે વધારીને તા. 22 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code