1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે 2 વર્ષથી મુહૂર્ત મળતું નથી
ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે 2 વર્ષથી મુહૂર્ત મળતું નથી

ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે 2 વર્ષથી મુહૂર્ત મળતું નથી

0
Social Share

ભાવનગરઃ શહેરમાં સર ટી હોસ્પિટલના કેમ્પસમાં 200 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છેલ્લા બે વર્ષથી લોકાર્પણના વાંકે ઘૂળ ખાઈ રહી છે. હોસ્પિટલનું અદ્યત્તન મકાન છેલ્લા બે વર્ષથી તૈયાર છે, પણ એના સત્તાધિશોને એનો ઉદઘાટનનું મુહૂર્ત મળતુ નથી. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા શહેરના ઘોઘા ગેઈટ ચોક ખાતે રામધૂન કરી હોસ્પિટલના સત્તાધિશોની લાપરવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન વેળાએ પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભાવનગરની સિવિલ હોસ્પિટલના પરિસરમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાથી તૈયાર કરવામાં આવી છે. જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છેલ્લા બે વર્ષથી લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહી છે. જેના પાપે દર્દીઓ સારવાર મળતી નથી. હોસ્પિટલના સત્તાધિશોના વિરોધમાં ફરી એક વખત કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ઘોઘા ગેટ ચોકમાં રામધૂન સાથે વિરોધ કર્યો હતો. હોસ્પિટલની પ્રતિકૃતિ સાથે વિરોધ કર્યો હતો. સાથે જ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા, વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે ટીંગા ટોળી કરી અટકાયત કરી હતી.

આ અંગે શહેર પ્રમુખ પ્રકાશ વાધાણીએ જણાવ્યું હતું કે, રાજકીય નેતાઓની કિન્નાખોરીના કારણે ભાવનગર આરોગ્ય સુવિધાથી વંચિત રહ્યું છે. જેના કારણે જિલ્લાના દર્દીઓને 200 કિલોમીટર દૂર અમદાવાદ અને રાજકોટ સારવાર લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા આરોગ્યની સુવિધા ઉભી કરી છે, જેમાં સાત માળની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે જે અદ્યતન સુવિધાથી સજ્જ  છે. આ હોસ્પિટલ માત્ર લોકાર્પણની રાહે બે વર્ષથી બંધ પડ્યું છે, જ્યાં સુધી હોસ્પિટલ શરૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code