1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિ, દ્વારા આજથી વિવિધ ફેકલ્ટીની સેમે-1ની પરીક્ષાનો પ્રારંભ, શનિવારે Phd પ્રવેશ પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિ, દ્વારા આજથી વિવિધ ફેકલ્ટીની સેમે-1ની પરીક્ષાનો પ્રારંભ, શનિવારે Phd પ્રવેશ પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિ, દ્વારા આજથી વિવિધ ફેકલ્ટીની સેમે-1ની પરીક્ષાનો પ્રારંભ, શનિવારે Phd પ્રવેશ પરીક્ષા

0
Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે તા. 12મી ડિસેમ્બરથી સ્નાતક અને અનુસ્નાતકના રેગ્યુલર તેમજ અગાઉ નાપાસ થયેલા સેમેસ્ટર-1ના 24,666 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે, 67 પરીક્ષા કેન્દ્રો પરથી લેવાનારી આ પરીક્ષાનું 50 ઓબ્ઝર્વર સતત મોનિટરિંગ કરશે. આ સાથે જ દર વખતની જેમ પરીક્ષાના CCTV સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પરથી કોઈપણ વ્યક્તિ લાઈવ નિહાળી શકશે. તેમજ 16મી ડિસેમ્બરે પી.એચડી પ્રવેશ માટેની પરીક્ષા યોજાશે. 36 વિષયના 2,175 વિદ્યાર્થીઓ PHDની પ્રવેશ પરીક્ષા આપશે. આત્મીય યુનિવર્સિટીની કોમ્પ્યુટર લેબમાં ત્રણ તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. PHDની 451 બેઠક સામે ત્રણ ગણાથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા માટેની હોલટિકિટ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઇન મૂકવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નીલેશ સોનીના જણાવ્યા પ્રમાણે, આજે તા. 12મી ડિસેમ્બરને મંગળવારથી શરૂ થતી પરીક્ષામાં આર્ટસ, મેનેજમેન્ટ, કોમર્સ, એજ્યુકેશન, હોમસાયન્સ, લો, પરફોર્મિંગ આર્ટસ, રૂરલ સ્ટડી અને સાયન્સ એમ 9 ફેકલ્ટીના કુલ 24,666 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  જેમાં સેમેસ્ટર-1માં બી.એ. રેગ્યુલર અને એક્સટર્નલ, બી.એ.આઈ.ડી., બી.જે.એમ.સી., બી.એસ.ડબલ્યુ., એમ.એ. રેગ્યુલર અને એક્સટર્નલ, એમ.જે.એમ.સી., એમ.એસ.ડબલ્યુ., બી.એ.એલ.એલ.બી., બી.બી.એ, બી.કોમ. રેગ્યુલર અને એક્સટર્નલ, એમ.કોમ. રેગ્યુલર અને એક્સટર્નલ, બી.સી.એ., બી.એસસી. આઈ.ટી., બી. એસસી. એમ.એસસી., પી.જી.ડી.સી.એ., એમ.એસસી., એમ.એસસી.આઈ.ટી., બી.ડીઈએસ., બી.પી.એ., બી.એસસી.(HS), M.Sc (HS), બી.આર.એસ. અને બી.એ.બી.એડ. એમ કુલ 27 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાનો સમય બપોરે 2.30થી 5 વાગ્યા સુધીનો રહેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PHD પ્રવેશ પરીક્ષા 16મી ડિસેમ્બરના ત્રણ તબક્કામાં આત્મીય યુનિવર્સિટીની કોમ્પ્યુટર લેબમાં લેવામાં આવશે. જેમાં 36 વિષયના 2,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે હોલટિકિટ ઓનલાઈન પોર્ટલ પર મૂકવામાં આવી છે. પરીક્ષાર્થીઓ PHD પ્રવેશ પરીક્ષાની વેબસાઈટમાં પોતાના લોગઈન આઈ.ડી.માં જઈને હોલટીકીટ ડાઉનલોડ કરી શકશે. આ સાથે જ કયા વિષયના વિદ્યાર્થીઓની પરીક્ષા કયા સેશનમાં છે? તેનું ટાઈમટેબલ પણ ઓનલાઈન મૂકવામાં આવ્યું છે. જેમાં 9થી 11, 1થી 3 અને 4.30થી 6.30 એમ ત્રણ તબક્કામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે પરીક્ષા કોમ્પ્યુટર બેઇઝ MCQ ટેસ્ટ હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code