1. Home
  2. Tag "Saurashtra Uni"

સૌરાષ્ટ્ર યુનિ, દ્વારા આજથી વિવિધ ફેકલ્ટીની સેમે-1ની પરીક્ષાનો પ્રારંભ, શનિવારે Phd પ્રવેશ પરીક્ષા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે તા. 12મી ડિસેમ્બરથી સ્નાતક અને અનુસ્નાતકના રેગ્યુલર તેમજ અગાઉ નાપાસ થયેલા સેમેસ્ટર-1ના 24,666 વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે, 67 પરીક્ષા કેન્દ્રો પરથી લેવાનારી આ પરીક્ષાનું 50 ઓબ્ઝર્વર સતત મોનિટરિંગ કરશે. આ સાથે જ દર વખતની જેમ પરીક્ષાના CCTV સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પરથી કોઈપણ વ્યક્તિ લાઈવ નિહાળી શકશે. તેમજ 16મી ડિસેમ્બરે પી.એચડી પ્રવેશ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી ભરતી કરાતી નથી અને કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો વહિવટ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહિવટ કરાર આધારિત કર્મચારીઓથી ચલાવવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહીને લીધે નોન ટીચિંગ 54 કર્મચારીઓની ભરતીની સરકારે મંજુરી આપી હોવા છતાયે જગ્યાઓ ભરવામાં આવી નહતી. હવે ભરતી કરવા માટે આપેલી મંજુરીની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં ફરીવાર સરકાર પાસે મંજુરી માગવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  છેલ્લા ઘણા સમયથી અધિકારી-કર્મચારીઓની […]

સૌરાષ્ટ્ર યુનિ.ના સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ માટે હ્રદયરોગીઓએ ન આવવાના બેનર લગાવાયાં

રાજકોટઃ ગુજરાતમાં કોરોના બાદ હ્રદયરોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં હૃદય રોગના હુમલાના વધતા કેસને ધ્યાનમાં લઈ હૃદયની તકલીફ હોય તેવા લોકોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રમતગમતની પ્રેક્ટિસ માટે આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તાજેતરમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષના સ્વિમિંગ પૂલમાં એક મહિલાને સ્વિમિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તબિયત લથડતા તેમને સારવાર માટે […]

સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીને હટાવાયા, નીલાંબરી દવેને ઈન્ચાર્જનો હવાલો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી વિવાદોનું પર્યાય બની ગઈ હતી. રોજબરોજ અવનવા વિવાદો સર્જાતા હતા, અને વિવાદોને સુલજાવવામાં પણ યુનિ.ના કાર્યકારી કૂલપતિ ગિરીશ ભીમાણી નિષ્ફળ ગયાના આક્ષેપો પણ યુનિવર્સિટીના વર્તુળોમાં થઈ રહ્યા હતા. ઘણીબધી ફરિયાદો રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાદ સુધી પહોંચી હતી. આખરે રાજ્ય સરકારે નિર્ણય લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કૂલપતિ ગિરીશ ભીમાણીને હટાવીને […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાં બીજા તબક્કાની પરીક્ષાનો 17મીથી પ્રારંભ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ તુરંત બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. આગામી 17 એપ્રિલથી સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 119 પરીક્ષા કેન્દ્રો પરથી 45,470 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં બીએ-બી.કોમ સહીત 15 કોર્ષના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. યુનિ દ્વારા આ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પેપરલિકકાંડ બાદ વધુ તકેદારી, પ્રશ્નપત્રના સિલબંધ કવર પર બે છાત્રોની સહી લેવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પેપેરલિકકાંડને લીધે યુનિ.ના સત્તાધિશો પર માછલાં ધોવાયા હતા. તેથી હવે યુનિ.ના સત્તાધિશો છાસ પણ ફૂંકીને પીએ છે. એટલે કે પરીક્ષા દરમિયાન પેપરલિકની ફરીવાર ઘટના ન બને તે માટે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. યુનિ.દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષામાં હવે પેપરનું બોક્સ પરીક્ષાના 30 મિનિટ પહેલા અને બોક્સમાં […]

સૌરાષ્ટ્ર યુનિ.માં 23,462 ડીગ્રીઓ ખોટા સરનામાંને લીધે પરત ફરી, વિદ્યાર્થીઓ ડીગ્રી લેવા આવતા નથી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટી આપવા માટે દર વર્ષે પદવીદાન સમારોહ યોજવામાં આવતો હોય છે. જે વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત ન રહ્યા હોય તેમને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ડીગ્રી સર્ટીફિકેટ તેમના સરનામે મોકલી આપવામાં આવતા હોય છે. પરંતુ જો વિદ્યાર્થીઓએ આપેલું સરનામું ખોટુ હોય અથવા અપુરતું હોય કે સરનામાંના સ્થળે […]

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પેપરલીકકાંડ બાદ હવે વધુ તકેદારી, પરીક્ષામાં વોટરમાર્ક સાથેના પ્રશ્નપત્રો મોકલાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલ તા.9મીથી જુદી જુદી વિદ્યાશાખાઓની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટના બન્યા બાદ સત્તાધીશો જાણે જાગ્યા હોય આ વખતે પરીક્ષામાં સૌથી વધુ તકેદારી રાખવામાં આવશે.પરીક્ષાર્થીને વોટરમાર્કવાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં […]

સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન 21 લો કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકી 96 અધ્યાપકોની માન્યતા રદ કરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં કોલેજો કાઉન્સિલના નિયમો મુજબ ચાલતી ન હોવાથી 21 ખાનગી લો કોલેજોને નો-એડમિશન ઝોનમાં મુકવામાં આવી હતી. એટલે કે આવતા વર્ષે નવા શૈક્ષણિક વર્ષથી ખાનગી લો કોલેજો વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં. આ ઉપરાંત લો કોલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે વકીલાત કરતા 96 જેટલા પ્રોફેસરની અધ્યાપક તરીકેની માન્યતા […]

સૌરાષ્ટ્ર યુનિ.સંલગ્ન કોલેજોએ રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા કૂલપતિએ આપ્યો આદેશ,

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા’ સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને ઓનલાઈન મિટિંગનું આયોજન કરાયુ હતું.  જેમાં કુલપતિએ  તા. 13થી 15 ઓગસ્ટ સુધી દરેક કોલેજોમાં તિરંગા લહેરાવવા અપીલ કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવતા ફોટા મોકલવા આદેશ કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ કોલેજાના આચાર્યો સાથેની બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code