1. Home
  2. ગુજરાતી
  3. દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં નહીં રમે દિપક ચહર, મોહમ્મદ શમી પણ ફિટનેસને લઈને ટેસ્ટમાંથી થયો બહાર
દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં નહીં રમે દિપક ચહર, મોહમ્મદ શમી પણ ફિટનેસને લઈને  ટેસ્ટમાંથી થયો  બહાર

દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં નહીં રમે દિપક ચહર, મોહમ્મદ શમી પણ ફિટનેસને લઈને ટેસ્ટમાંથી થયો બહાર

0
Social Share

દિલ્હી – ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી હવે  દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી ની રાહ જોઈ રહ્યા છે  એ પેહલા જ   ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ  અને જાણીતા બોલર દીપક ચહરે આ સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે તેણે આ નિર્ણય લીધો છે.

BCCIએ આજરો જ  આ માહિતી શેર કરી હતી જેનાથી ક્રિકેટના ચાહકો પણ નારાજ છે . બોર્ડે કહ્યું કે દીપકની જગ્યાએ ઝડપી બોલર આકાશ દીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ઝડપી બોલર મોહમ્મદ શમી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.

વધુ વિગત પ્રમાણે મોહમ્મદ શમી અંગે બીસીસીઆઈએ કહ્યું કે ટેસ્ટ શ્રેણીમાં તેની ભાગીદારી ફિટનેસ પર નિર્ભર હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા શમીની ફિટનેસ ક્લિયર કરવામાં આવી નથી અને તે બે ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. જોકે, બોર્ડે શમીના સ્થાનની જાહેરાત કરી નથી.

આ સહિત  બીસીસીઆઈએ કહ્યું કે શ્રેયસ અય્યર છેલ્લી બે વનડે મેચમાં નહીં રમે. અય્યર 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં પ્રથમ વનડેની સમાપ્તિ બાદ ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ટેસ્ટ ટીમમાં જોડાશે. તે બીજી અને ત્રીજી વનડે માટે ઉપલબ્ધ રહેશે નહીં. અય્યર ઇન્ટર-સ્કવોડ ગેમમાં ભાગ લેશે.

ભારતની ODI ટીમમાં રુતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર (ફક્ત પ્રથમ ODI), કેએલ રાહુલ, સંજુ સેમસન વિકેટકીપર તરીકે , અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, આકાશ દીપ. રાહુલ દ્રવિડ વનડે શ્રેણીથી દૂર રહેશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ ટેસ્ટ ટીમ સાથે જોડાશે.

વધુ માં એમ પણ જણાવાયું છે કે રાહુલ  દ્રવિડ અને તેની કોચિંગ ટીમ ઇન્ટર-સ્કવોડ મેચો સિવાય ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ODI ટીમને ભારત A કોચિંગ સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવશે. સિતાંશુ કોટક બેટિંગ કોચની ભૂમિકા નિભાવશે. બોલિંગ કોચ રાજીબ દત્તા અને ફિલ્ડિંગ કોચ અજય રાત્રા હશે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code