લોકસભાની ચૂંટણીમાં પાંચમા તબક્કાનું મતદાન 61.8%, પ.બંગાળમાં હિંસા, પુલવામામાં બૂથ પર ગ્રેનેડથી હુમલો

લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં સાત રાજ્યોની 51 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. પાંચમા તબક્કામાં સરેરાશ 61.8 ટકા વોટિંગ નોંધાયું છે. સૌથી વધુ પ.બંગાળમાં 74 ટકા, મધ્યપ્રદેશમાં 63 ટકા, રાજસ્થાનમાં 63 ટકા, ઝારખંડમાં 64 ટકાથી વધુ વોટિંગ નોંધાયું છે. 51 બેઠકો પર 8 કરોડ 75 લાખ વોટરો મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમ હતા. 51 બેઠકો પર કુલ 674 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. 51 બેઠકોમાંથી 2014માં ભાજપને 39 અને કોંગ્રેસને 2 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી.
પાંચમા તબક્કાના વોટિંગમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર અમેઠીમાં બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવ્યો છે. બંગાળના બેરકપુરમાં ટીએમસી-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે અને ભાજપે ફેર મતદાનની માગણી કરી છે.
ક્યાં કેટલું મતદાન?
| રાજ્ય (બેઠક) | 4 વાગ્યા સુધી | 5 વાગ્યા સુધી | કુલ વોટિંગ | 2014માં વોટિંગ |
| બિહાર (5) | 44% | 52% | 57% | 56.8 |
| કાશ્મીર (2) | 15% | 17% | 17% | 49.8 |
| મધ્યપ્રદેશ(7) | 53% | 60% | 63% | 57.7 |
| રાજસ્થાન (12) | 50% | 58% | 63% | 61.6 |
| યુપી (14) | 44% | 51% | 55% | 57.27 |
| પ. બંગાળ (7) | 62% | 71% | 74% | 81.3 |
| ઝારખંડ (4) | 57% | 58% | 64% | 64 |
| રાજ્ય (બેઠક) | 11 વાગ્યા સુધી | 12 વાગ્યા સુધી | 1 વાગ્યા સુધી | 2 વાગ્યા સુધી | 3 વાગ્યા સુધી |
| બિહાર (5) | 19% | 21% | 23% | 32% | 44% |
| કાશ્મીર (2) | 4% | 6% | 6% | 11% | 12% |
| મધ્યપ્રદેશ(7) | 18% | 30% | 31% | 43% | 48% |
| રાજસ્થાન (12) | 24% | 29% | 32% | 42% | 48% |
| યુપી (14) | 20% | 23% | 26% | 35% | 41% |
| પ. બંગાળ (7) | 26% | 34% | 38% | 50% | 59% |
| ઝારખંડ (4) | 29% | 29% | 35% | 46% | 51% |
પાંચમા તબક્કામાં રાજ્યવાર બેઠક
| રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશ | બેઠક | ઉમેદવાર |
| યુપી | 14 | 182 |
| રાજસ્થાન | 12 | 134 |
| મધ્યપ્રદેશ | 7 | 110 |
| પશ્ચિમ બંગાળ | 7 | 83 |
| બિહાર | 5 | 82 |
| ઝારખંડ | 4 | 61 |
| જમ્મુ-કાશ્મીર | 2 | 22 |
| કુલ | 51 | 674 |
પ્રથમ ચાર તબક્કાનું વોટિંગ
| તબક્કો | બેઠક | મતદાનની તારીખ | મતદાનની ટકાવારી |
| પ્રથમ | 91 | 11 એપ્રિલ | 69.5% |
| દ્વિતિય | 95 | 18 એપ્રિલ | 69.44% |
| તૃતિય | 117 | 23 એપ્રિલ | 68.4% |
| ચતુર્થ | 71 | 29 એપ્રિલ | 65.51% |


