દિલ્હી,મુંબઈ સહીતના 3 શહેરોમાં દિવાળીના પર્વ પર શરુ થશે જીઓ 5G ની સેવા
- દિવાળીમાં દેશના 3 શહેરોને મળશે 5જી જીઓની સુવિધા
- મુંબઈ,દિલ્હી કોલકાતામાં આ સેવાનો થશે આરંભ
દિલ્હીઃ- દેશભરમાં 5જી સેવાને લઈને આતુરતાથી રહાત જોવાઈ રહી છે, ડિજીટલ નેટવર્કમાં વિશ્વ માટે એક વિશ્વસનીય સ્ત્રોતના રૂપમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે.ત્યારે હવે આ સેવાને લઈને એક સારાસમાચાર સામે આવી રહ્યા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે રિયાલન્સ દ્રારા એક જાહેરાત કરવામાં આવી છે જે પ્રમાણે દિવાળીમાં દેશના પ્રમુખ ત્રણ શહેરોમાં જીઓ 5જીની સેવાનો આરંભ કરવામાં આવશે.આજરોજ યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 45મી વાર્ષિક સામાન્ય સભામાં આ અંગે માહિતી આપવામાં આવી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં યોજાય છે. એન્યુએલ જર્નલ મીટિંગ 2016 માં લોન્ચ કરવામાં આવી જેમાં જીઓ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે જેના 400 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે. આજની બેઠકમાં પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે.
આજરોજ આ ઈવેન્ટનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.જિયોએ સ્ટેન્ડ અલોન 5જીની જાહેરાત કરી હતી, જેના વિશે કંપનીએ બેસ્ટ 5જી કહ્યું છે. સ્ટેન્ડ અલોન 5જી એટલે કે જીઓ 5જી માટે 4જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરશે નહીં. શ્રેષ્ઠ કવરેજ માટે તમામ 22 ટેલિકોમ સર્કલમાં પ્રીમિયમ 700 MHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમ ખરીદનાર જીઓ એકમાત્ર ઓપરેટર છે. તે 5જી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે
આ સાથે જ જીઓ 5જી માટે 2 લાખ કરોડના રોકાણની જાહેરાત કરાઈ છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે જીઓની 5G સેવા દિવાળી પર દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતામાં શરૂ થશે.આ સાથે જ જીઓ ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરમાં 5જી લોન્ચ કરશે.


