
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એત સપ્તાહથી કોરોનાના કેસમાં આંશિક વધારો થઈ રહ્યો છે. સતત 3 દિવસથી રાજ્યમાં 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 234 નવા કેસ નોંધાયા છે. જ્યારે 159 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.01 ટકા પર સ્થિર રહ્યો છે. હાલમાં 1261 એક્ટિવ કેસ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 399ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક કુલ 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 192 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ એક્ટિવ કેસ 1261 છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને 1255 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 17 જૂને 225 અને 18 જૂને 234 નવા કેસ નોધાયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં. રાજ્યમાં હાલ 18 જિલ્લા અને 1 મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં નવા કેસ શૂન્ય રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શનિવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 128 કેસ, સુરત શહેરમાં 27, વડોદરા શહેરમાં 22, ભાવનગર શહેરમાં 12, વલસાડમાં 7 કેસ નોંધાયા હતા. જ્યારે ભરૂચ, ગાંધીનગર શહેર અને સુરત જિલ્લામાં 4-4, જામનગર શહેર, રાજકોટ શહેર અને વડોદરા જિલ્લામાં 3-3 નવા કેસ નોંધાયા હતા. તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં 2-2 કેસ નોંધાયા હતા.જ્યારે ભાવનગર, ખેડા, નવસારી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 1-1 કેસ નોંધાયો હતા. શનિવારે 18 જિલ્લા અને એક મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં 15 જૂને ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.