1. Home
  2. ગુજરાતી
  3. ઓનલાઈન ગેમિંગ: કેન્દ્ર સરકારને 28 ટકા GST થી દર વર્ષે 20000 કરોડની આવક થશે
ઓનલાઈન ગેમિંગ: કેન્દ્ર સરકારને 28 ટકા GST થી દર વર્ષે 20000 કરોડની આવક થશે

ઓનલાઈન ગેમિંગ: કેન્દ્ર સરકારને 28 ટકા GST થી દર વર્ષે 20000 કરોડની આવક થશે

0
Social Share

GST કાઉન્સિલના ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા ટેક્સ વસૂલવાના નિર્ણયથી સરકારને દર વર્ષે વધારાના રૂ. 20,000 કરોડની આવક થશે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ હાલમાં માત્ર 2-3 ટકાના દરે GST ચૂકવે છે. આ સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજો પર લાદવામાં આવતા 5 ટકા ટેક્સ કરતા ઓછો છે.

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જીએસટી પરિષદના એક સભ્યને ટાંકીને જણાવ્યું હતું કે, ઓનલાઈન ગેમિંગ કંપનીઓ 18 ટકા ગ્રોસ ગેમિંગ રેવન્યુ (GGR) ના દરે ટેક્સ ચૂકવે છે, જે 2-3 ટકા GST પર કામ કરે છે. આ રકમ તેની રકમના આઠથી 10 ગણી હોવી જોઈએ. જો વોલ્યુમ ચાલુ રહેશે તો અમે આમાંથી વાર્ષિક રૂ. 15,000-20,000 કરોડ એકત્ર કરી શકીશું. 2022-23માં સરકારને આ ઉદ્યોગમાંથી માત્ર 1,700 કરોડની રકમ GST તરીકે મળ્યા હતા. GST કાઉન્સિલે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ, કેસિનો પર 28% ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ભૂતકાળની ટેક્સ માંગણીઓને મુદ્દે તમામ કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં ચલી રહ્યાં છે. અમે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. ઊંચા દરે ટેક્સ વધારવાનો અમારો નિર્ણય અલબત્ત સુપ્રીમ કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે. મહેસૂલ સચિવે જણાવ્યું હતું કે સરકાર ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગ પર 28 ટકા ટેક્સ વસૂલવાના નિર્ણયને લાગુ કરવા સંસદના ચોમાસા સત્રમાં GST કાયદામાં સ્પષ્ટતા સુધારા પ્રસ્તાવ લાવશે. ચોમાસુ સત્ર 20 જુલાઈથી 11 ઓગસ્ટ, 2023 સુધી ચાલશે. કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરીને સંસદમાં રજૂ કરવાનો અને ચોમાસુ સત્રમાં પસાર કરાવવાનો અમારો પ્રયાસ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code