1. Home
  2. ગુજરાતી
  3. મનોજ બાજપેઈની મોસ્ટ અવોઈટેડ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’નું ટ્રેલર રિલીઝ
મનોજ બાજપેઈની મોસ્ટ અવોઈટેડ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’નું ટ્રેલર રિલીઝ

મનોજ બાજપેઈની મોસ્ટ અવોઈટેડ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન 2’નું ટ્રેલર રિલીઝ

0
Social Share
  • મનોજ બાજપેઈની ફિલ્મ ફેમિલી મેન 2 નું ટ્રેલર રિલીઝ
  • ઘણા સમયથી આ ફિલ્મની જોવાઈ રહી હતી રાહ

મુબંઈઃ-મનોરંજન જગત પર છેલ્લા ઘણા સમયથી કોરોનાનું ગ્રહણ મંડળાઈ રહ્યું છે, ત્યારે આવી સ્થિતિમાં પણ અનેક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે, આ સાથે જ વેબ સિરીઝ તરફ લેકો વધુ આકર્ષાયા છે,ત્યારે હવે આજ શ્રેણીમાં મનોજ વાજપેઈની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ધ ફેમિલી મેન 2’ વેબ સિરીઝનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મનો દર્શકો ઈંતઝાર કરી રહ્યા હતા ત્યારે આજરોજ આ સિરીઝનું ટ્રેલર સામે આવ્યું છે.

મનોજ બાજપેઈની આ સિરીઝ 4થી જૂનના રોજ રિલીઝ કરી દેવામાં આવશે. રાજ અને ડીકે દ્રારા આ નવી સિઝનની સિરીઝ ડિરે્ક્ટ કરવામાં આવી છે.

ટ્રેલરમાં ‘ફેમિલી મેન’ એટલે કે શ્રીકાંત તિવારીના રોલમાં મનોજ  વધુ તાકતવર તથા ક્રૂર દુશ્મન રાજીનો સામનો કરવો પડતો જોવા મળે છે. શ્રીકાંત મધ્યમ વર્ગીય ફેમિલી મેન તથા વર્લ્ડ ક્લાસ જાસૂસના પોતાના ડબલ પાત્રની વચ્ચે ઝઝૂમતું પાત્ર જોવા મળે છે જોવા મળશે.

આ સરિઝની નવી સિઝનમાં પણ શ્રીકાંત દેશમાં બનવા જઈ રહેલી ઘટનાથી દેશનું રક્ષણ કરવા માંગે છે,. તે માટે તે સતત ઝઝુમતો જોવા મળે છે, શોમાં જબરજસ્ત ટર્ન એન્ડ ટ્વિસ્ટ છે. સામંથાનો રોલ દમદાર  અને શાનદાર જોવા મળે છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code