1. Home
  2. ગુજરાતી
  3. ટ્રંપનું સૂચન,વાવાઝોડુ વિનાશ વેરે તે પહેલા પરમાણુ હુમલાથી વિક્ષેપિત કરી શકાય
ટ્રંપનું સૂચન,વાવાઝોડુ વિનાશ વેરે તે પહેલા પરમાણુ હુમલાથી વિક્ષેપિત કરી શકાય

ટ્રંપનું સૂચન,વાવાઝોડુ વિનાશ વેરે તે પહેલા પરમાણુ હુમલાથી વિક્ષેપિત કરી શકાય

0
Social Share

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે  દેશમાં આવનારા ચક્રવાતી તોફાનને  આવતા પહેલાજ પરમાણુ બોમ્બ ફેકીને રોકવાની વાત કરી છે,એક્સિયોસ નામની સમાચાર વેબસાઈટે વરિવારના રોજ આ વાતનો ઉલ્લેખ કર્યો છે, વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે ચક્રવાતને લઈને યોજાયેલી એક બેઠકમાં ટ્રેંપે જાણવાના પ્રયત્નો કર્યા હતા કે આફ્રિકાના દરીયાઈ વિસ્તારોમાંથી બનતા ચક્રવાતને પરમાણું બોમ્બ ફેકીને તેને બનતા અટકાવી શકાય છે,એક સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં આવેલા લોકો બહાર નીકળતા સમયે એમ બોલતા હતા કે , આપણે આનું શું કરીયે ? જો કે આ વેબસાઈટમાં  નથી જણાવાયું કે  વાતચીત ક્યારે થઈ.

જણાવવામાં આવી રહ્યું છે કેઅમેરીકાના રાષ્ટ્રપતિએ  પ્રકારની વાત પહેલી વાર નથી કરી, 2017માં પણ એક વરિષ્ટ અધિકારીને પૂઠ્યું હતુ કે શું ચક્રવાતને બનતકા અટકાવવા માટે તેના પર પરમાણુ બોમ્બ નાખી શકાય,જો કે વ્હાઈટ હાઉસે આ સવાલ પર કોઈ પણ પ્રકારનો જવાબ નહોતો આપ્યો,જો કે એક અધિકારીએ કહ્યું હતુ કે, ટ્રંપનો ઉદ્દેશ્ય ખરાબ નથી.

આ વેબસાઈટ મુજબ ટ્રંપનો  વિચાર નવો નથી, આ પહેલા 1950માં રાષ્ટ્રપતિ ડ્વાઈટ આઈઝનહોવરના કાર્યાલયમાં એક સરકારી વૈજ્ઞાનિકે પણ આજ પ્રકારની સલાહ આપી હતી,જો કે વાંરવાર પૂછવામાં આવેલા આ સવાલ પર દરેક વૈજ્ઞાનિક અસંમતિ દર્શાવી ચુક્યા છે,અમેરીકામાં ચક્રવાત આવતું રહેતું હોય છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code