1. Home
  2. ગુજરાતી
  3. ટીવી ચેનલો પર દરરોજ 30 મિનિટ રાષ્ટ્રીય હીતને લગતી સામગ્રીનું પ્રસારણ કરવું પડશે -1 જાન્યુઆરીથી નિયમ લાગૂ
ટીવી ચેનલો પર દરરોજ 30 મિનિટ રાષ્ટ્રીય હીતને લગતી સામગ્રીનું પ્રસારણ કરવું પડશે -1 જાન્યુઆરીથી નિયમ લાગૂ

ટીવી ચેનલો પર દરરોજ 30 મિનિટ રાષ્ટ્રીય હીતને લગતી સામગ્રીનું પ્રસારણ કરવું પડશે -1 જાન્યુઆરીથી નિયમ લાગૂ

0
Social Share
  • 1લી જાન્યુઆરીથી નવો નિયમ લાગૂ
  • ટીવી ચેનલ પર 30 મિનિટ દેશહીતની સામગ્રી પ્રસારીત કરવી પડશે
  • દરેક ચેનલ માટે આ ફરજિયાત રહેશે

દિલ્હીઃ- ભારત દેશમાં ટીવી ચેનલ પ્રસારણને લઈને હવે નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે જે અતંર્ગત હવેથી દરેક ટીવી ચેનલના પ્રસારણમાં દેશના હીતમાં હોય તેવી સામગ્રી 30 મિનિટ સુધી દર્શાવવી ફરજિયાત બની છે.આ નવી દિશાનિર્દેશો 9 નવેમ્બર 2022થી લાગુ થઈ ચૂકી છે. પરંતુ તે 1લી જાન્યુઆરીથી દરેક ચેનલો માટે ફરજિયાત લાગૂ થશે.

નવા વર્ષથી આ નિયમ લાગૂ થવા જઈ રહ્યો છે જે મુજબ  1 જાન્યુઆરી, 2023 થી, સેટેલાઇટ ટીવી ચેનલો માટે દરરોજ 30 મિનિટ માટે રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત સામગ્રીનું પ્રસારણ કરવું જરૂરી બનશે.

કેન્દ્રીય કેબિનેટે ‘ભારતમાં સેટેલાઇટ ટેલિવિઝન ચેનલોના અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ માટેની માર્ગદર્શિકા 2022’ને મંજૂરી આપી હતી, જે હેઠળ ચેનલો માટે રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત સામગ્રીને દરરોજ અડધો કલાક પ્રસારિત કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ચેનલોએ આ પ્રકારના કાર્યક્રમોનો કોન્સેપ્ટ વિચારવો અને તેનું નિર્માણ માટે સમય આપવામાં આવ્યો છે.

જો કે આ પ્રકારના કન્ટેન્ટના નિર્માણ માટે ચેનલોને આઠ થીમ પણ આપવામાં આવી છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ પગલાં પાછળનું તર્ક એ છે કે એરવેવ સાર્વજનિક સંપત્તિ છે અને સમાજના સર્વોત્તમ હિતમાં આનો ઉપયોગ કરવો જરૂરી છે.જેથઈ દરેકે આ નિયમનું પાલન કરવું જ પડશે. ચેનલોએ રાષ્ટ્રીય મહત્વ અને સામાજિક પ્રાસંગિક્તાના વિષયો ઉપર દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ માટે કાર્યક્રમનું પ્રસારણ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા વિષયોમાં શિક્ષણ અને સાક્ષરતાનો ફેલાવો સામેલ છે. તેમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, મહિલા કલ્યાણ, સમાજના નબળા વર્ગોના કલ્યાણ, પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રીય એકતાનો સમાવેશ થાય છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code