
ટિવી સ્ટાર રવિ દૂબે કોરોના પોઝિટિવઃ-સોશિયલ મીડિયા પર આપી જાણકારી, તેમના સંપર્કમાં આવેલા લોકોને ધ્યાન રાખવા જણાવ્યું
- એક્ટર રવિ દૂબેને થયો કોરોના
- સોશિયલ મીડિયા પર આપી જાણકારી
- સંપર્કમાં આવેલા લોકોને પરિક્ષણ કરવાની અપીલ કરી
- કહ્યું- મારા નજીકના પ્રિયનજનો મારી સંભાળ લઈ રહ્યા છે
મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ગંભરી સ્વરુપ ઘારમ કરી લીઘુ છે, કોરોનાનો નવો વેરિએન્ટ ઝડપથી ફએલાતો જોવા મળી રહ્યો છે, જેની અસર બોલિવૂડ જગત પર પણ પડી રહી છે, અનેક સેલેબ્સ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છએ કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે હવે ઘરે ઘરે જમાઈ રાજા સિરિયલથી જાણીતા બનેલા રવિ દૂબેને પણ કોરોના થયો છે.
ટિવી એક્ટર રવિ દુબેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેરકરીને કોરોના પોઝિટિવ હોવાની વાતની જાણ કરી છે. હાલ એક્ટર દૂબે પોતાના ઘધરે હોમઆઈસોલેશન હેઠળ છે,આ સાથે જ તેમણે પોતોના કોન્ટેક્ટમાં આવેલા તમામ લોકોને કોરોનાનું પરિક્ષણ કરાવાની અપીલ કરી છે
એક્ટર રવિ દુબેએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણ કરતા કહ્યું છે કે, “હેલ્લો ફ્રેન્સ , અત્યારે મને મારો કોવિડ ટેસ્ટ રિપોર્ટ મળ્યો અને તે પોઝિટિવ છે. છેલ્લા થોડા દિવસ દરમિયાન જે પણ લોકો મારા કોન્ટેક્ટમાં આવ્યા હતા તેમને મારી અપીલ છે કે પોતાની કાળજી રાખે અને તેના લક્ષણો પર ધ્યાન આપે. જો કોઈ કોરોનાના લક્ષણ જણાતા હોય તો પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે. મેં મારી જાતને હોમ આઈસોલેટ કરી લીધી છે અને ખાસ નજીકના પ્રિયજનો મારી સંભાળ લી રહ્યા છે,સુરક્ષિત રહો, પોઝિટિવ રહો. ઈશ્વર તમારા દરેકનું ધ્યાન રાખે”
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક બોલિવૂડ સ્ટાર અને ટીવી સ્ટાર કોરોના પોઝિટિવ થી ચૂક્યા છે, લોકો પોતાનું ધ્યાન રાખી રહ્યા છે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન પણ કરી રહ્યા છે ,પરંતુ કોરોના જરાપણ બેદરકારી દાખવતા જ સંક્રમણ લગાવી દે છે, ત્યારે હાલ મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને અનેક સિરિયલ્સના શૂટિંગ અટકાવવામાં આવ્યા છે.