
ચીનમાં ઉઈગર મુસ્લિમો પર અત્યાચાર, સેટેલાઈટ તસ્વીરોમાં થયો ચોંકાવનારો ખુલાસો
દિલ્હીઃ ચીનના શિંજીયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો ઉપર થતા અત્યાચારને લઈને સેટેલાઈટ તસ્વીરોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચીન દ્વારા દેશના દેશના મુસ્લિમ બહુમતી ધરાવતા શિંજીયાંગ પ્રાંતમાં 100થી વધારે નવા યાતના કેન્દ્ર બનાવ્યાં છે. જેમાં ઉઈગર મુસ્લિમોને કેદ કરવામાં આવે છે. તેમજ અહીં બનાવવામાં આવેલી ફેકટરીઓમાં બળજબરીથી કામ કરાવવામાં આવે છે. અહીં નવ કલાક સુધી કામ કરાવ્યાં બાદ તેમને મહિનાના માત્ર રૂ. 100 ચુકવવામાં આવે છે.
એક સંસ્થાએ સરકારી દસ્તાવેજો અને સેટેલાઈટ તસ્વીરોની મદદથી ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેના રિપોર્ટ અનુસાર ચીનમાં 135 યાતના ગૃહમાં ફેકટરીઓ બનાવવામાં આવી છે. આ ફેકટરીઓમાં જળબજરીથી ઉઈગર મુસ્લિમો પાસે કામ કરાવવામાં આવે છે. અહીં હજારોની સંખ્યામાં લોકો કામ કરે છે. કુલ ફેકટરીઓનો એરિયા વિસ્તાર 2.10 કરોડ વર્ગ ફુટ સુધી ફેલાયેલો છે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં 10 લાખ ઉઈગર મુસ્લિમોની અટકાયત કરવામાં આવી છે.
વર્ષ 2017 અને 2018માં અટકાયત કરાયેલા દીના નુરદયબાઈએ જણાવ્યું હતું કે, તેમને ફરજીયાત કામ કરવું પડતું હતું અને કામ કરવાના ખુબ ઓછા પૈસા મળતા હતા. જેથી હું નરસમાં રહેતી હોવાનો અનુભવ થયો હતો. એક ખુણામાં કેદીઓને બંધ કરીને તેમની પાસે સ્કૂલ યુનિફોર્મનું સિલાઈ કામ કરાવવામાં આવતું હતું. અન્ય એક કેદીએ જમાવ્યું હતું કે, તેમણે મહિને કામ કરવાના માત્ર 9 યુઆન એટલે કે રૂ. 100 મળતા હતા. તેમની પાસે રોજના 9 કલાક કામ કરાવવામાં આવતું હતું.