1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મ્યુનિ.માં કર્મચારીઓ પર કામનું અસહ્ય ભારણ, ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પુરો ન થઈ શક્યો
ગાંધીનગર મ્યુનિ.માં કર્મચારીઓ પર કામનું અસહ્ય ભારણ, ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પુરો ન થઈ શક્યો

ગાંધીનગર મ્યુનિ.માં કર્મચારીઓ પર કામનું અસહ્ય ભારણ, ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પુરો ન થઈ શક્યો

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં છેલ્લા પાચ વર્ષમાં વસતીમાં મોટો વધારો થયો છે. સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. આજુબાજુના ગામડાંઓને પણ ગાંધીનગરમાં મર્જ કરવામાં આવ્યા છે. જેના લીધે ગાંધીનગર મ્યુનિ,કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ પર કામનું ભારણ વધતું જાય છે. જેને લીધે વહિવટી તંત્ર શિથિલ બનતું જાય છે. શહેરમાં મિલકતવેરાના બિલ વિતરણમાં ધાંધિયા વચ્ચે તંત્ર દોડતું થઈ ગયું છે. એક તરફ શહેરમાં અનેક સ્થળે મિલકત વેરાના બિલો પહોંચ્યા નથી તો બીજી તરફ ટેક્સની જવાબદારી સંભાળતા ટેક્સ કલેક્ટર કૌશિક સોની રાજીનામું ધરીને રજા પર ઉતરી જતાં તંત્ર વધુ ગુંચવાયું છે. હાલ મ્યુનિ. કોર્પોરેશનમાં ભારે તનાવનો માહોલ જોવા મળે છે જેની સીધી અસર ટેક્સ કલેક્શન પર પડવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે. ટેક્સ કલેક્ટર, સ્ટોર વિભાગ અને મિકેનિકલ વિભાગની વહીવટી કામગીરીની ત્રેવડી જવાબદારી સંભાળતા અધિકારીઓ કામના ભારણથી ત્રાસી ગયા છે.

ગાંધીનગર શહેરમાં ઘણાબધા નાગરિકોને પ્રોપર્ટી ટેક્સના બિલો મળ્યા નથી. નાગરિકોની ફરિયાદો બાદ તંત્રને પોતાની ભૂલ ધ્યાને આવતા મિલકતવેરાના બિલોનું વિતરણ પુરજોશમાં શરૂ કરાવ્યું છે, મિલકત વેરો ભરવાની છેલ્લી તારીખ 15 મે જતી રહી છે, આમ છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી બીલો પહોંચ્યા નથી. ટેક્સ કલેક્શનમાં ધાંધિયા થતા મ્યુનિસિપલ કમિશનરે મોરચો સંભાળ્યો છે અને રોજેરોજ બિલના વિતરણ અને ટેક્સ કલેક્શનની વિગતો મેળવી સતત મોનિટરીંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ગાંધીનગર કોર્પોરેશનને અત્યાર સુધીમાં મિલકત વેરાની 13.37 કરોડ જેટલો વેરો ભરાયો છે.ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનને 1.75 લાખ જેટલા પ્રોપર્ટીમાં 80.44 કરોડ જેટલું માંગણું છે. જેની સામે અત્યાર સુધી 13.37 કરોડ એટલે કે 16.23 ટકા જેટલો વેરો વસુલી શકાયો છે. જેમાં અંદાજે 30 હજાર જેટલા કરતાઓએ પોતાનો વેરો ભર્યો છે. ગાંધીનગરમાં નવા-જુના વિસ્તારો મળીને કુલ 1.75 લાખ જેટલી મિલકતો છે. જેમાં દોઢ લાખ જેટલા રહેણાંક અને 25 હજાર જેટલી કોમર્શિયલ પ્રોપર્ટી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનર દ્વારા મિલકત વેરા પર 10 ટકા વળતર યોજના તથા ઓનલાઈન વેરો ભરવા પર વધુ 2 ટકા વળતરની યોજના 31 મે સુધી ચાલશે. એટલે કે રજાઓના બાદ કરતાં નાગરિકોને હજુ આઠ દિવસ વેરો ભરીને વળતર મેળવવા માટે તક મળશે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષે 31 મે સુધીમાં મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સમાંથી 26.50 કરોડની આવક થઈ હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code