1. Home
  2. ગુજરાતી
  3. બાળકોના ભણતરને લઈને યુનિસેફનું નિવેદન,કહ્યું મહામારીના કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર છે
બાળકોના ભણતરને લઈને યુનિસેફનું નિવેદન,કહ્યું મહામારીના કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર છે

બાળકોના ભણતરને લઈને યુનિસેફનું નિવેદન,કહ્યું મહામારીના કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર છે

0
Social Share
  • યુનિસેફનું બાળકોના ભણતરને લઈને મહત્વનું નિવેદન
  • કહ્યું કોરોનાને કારણે બાળકોનું ભવિષ્ય દાવ પર
  • કોરોનામાં શિક્ષણ ક્ષેત્રને ભારે નુક્સાન

દિલ્હી :કોરોનાવાયરસ મહામારીના કારણે વિશ્વના અનેક દેશોમાં સ્કૂલ અને કોલેજોને બંધ રાખવામાં આવી હતી. કોરોનાવાયરસનું સંક્રમણ સૌથી ખતરનાક સીમા પર હતું અને તેના કારણે શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે આ બાબતે યુએનની એક સંસ્થા યુનિસેફ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. યુનિસેફ દ્વારા કહેવામાં આવ્યું છે કે,કોરોના મહામારીમાં બાળકોના શિક્ષણ પર ખરાબ રીતે અસર થઈ છે. એવામાં દેશભરમાં શિક્ષણ ફરી શરૂ થવું જોઈએ અને બાળકોને સ્કૂલોમાં જવાનો મોકો મળવો જોઈએ.

યૂનિસેફની સેલિબ્રિટી એડવોકેટ કરીના કપૂર ખાને સ્કૂલોને ફરી ખોલવા માટે અને શિક્ષણ કાર્યની શરૂઆતને સમર્થન કરતો એક વીડિયો સંદેશ શેર કર્યો છે. યૂનિસેફ તરફથી મહામારી વર્ગ 14 નવેમ્બરથી 20 નવેમ્બર 2021 સુધી એક સપ્તાહ માટે પ્રદર્શિત કરવામાં આવશે.

2020માં છ રાજ્યો – આસામ, બિહાર, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં હાથ ધરાયેલા યુનિસેફના રેપિડ અસેસમેન્ટ મુજબ 5-13 વર્ષની વયના બાળકોના 76 ટકા માતાપિતા અને 14-18 વર્ષની વય વચ્ચેના 80 ટકા કિશોરોએ જણાવ્યું હતું કે,અગાઉ શાળાએ જવાની સરખામણીમાં શિક્ષણનું નુકસાન થાય છે. રોગચાળાને કારણે ગયા વર્ષથી મોટાભાગની શાળાઓ બંધ હતી. પરિણામે લગભગ 24.7 કરોડ બાળકો એક વર્ષથી વધુ સમયથી શાળાએ જઈ શક્યા નથી. આ સમયગાળા દરમિયાન લગભગ 15 લાખ શાળાઓ અને 14 લાખ ECD/આંગણવાડી કેન્દ્રો બંધ રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code