1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકામાં વિદેશી ડ્રોન પર પ્રતિબંધ, ચીની કંપનીને જોરદાર ફટકો
અમેરિકામાં વિદેશી ડ્રોન પર પ્રતિબંધ, ચીની કંપનીને જોરદાર ફટકો

અમેરિકામાં વિદેશી ડ્રોન પર પ્રતિબંધ, ચીની કંપનીને જોરદાર ફટકો

0
Social Share

વોશિંગ્ટન, 24 ડિસેમ્બર 2025 : Trade war રાષ્ટ્રીય અને ટેકનિકલ સુરક્ષાને પ્રાથમિકતા આપતા ટ્રમ્પ પ્રશાસને વિદેશી ડ્રોન પર સકંજો કસ્યો છે. ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશનએ અમેરિકામાં તમામ નવા વિદેશી ડ્રોન મોડલ્સના વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણયની સૌથી વધુ અસર ચીની કંપની DJI પર પડવાની શક્યતા છે.

સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ માત્ર નવા વિદેશી મોડલ્સના વેચાણ અને વિતરણ પર જ લાગુ થશે. જે અમેરિકન નાગરિકો પાસે પહેલાથી જ જૂના વિદેશી ડ્રોન છે, તેઓ તેનો ઉપયોગ ચાલુ રાખી શકશે. FCC એ તેની ફેક્ટ શીટમાં દાવો કર્યો છે કે ગુનેગારો, વિદેશી દુશ્મનો અને આતંકવાદીઓ ડ્રોનનો ઉપયોગ અમેરિકાની સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરવા માટે કરી શકે છે.

  • શું છે ‘કવર્ડ લિસ્ટ’?

FCC એ પોતાની ‘કવર્ડ લિસ્ટ’ અપડેટ કરી છે. આ એવા ઉત્પાદનોની યાદી છે જે દેશની સુરક્ષા માટે ‘અસ્વીકાર્ય જોખમ’ માનવામાં આવે છે. હવે આ યાદીમાં વિદેશમાં નિર્મિત તમામ UAS (અનમેન્ડ એરક્રાફ્ટ સિસ્ટમ) અને તેના મહત્વના ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • ‘અમેરિકન ડ્રોન ડોમિનેન્સ’ પર ભાર

FCC ના ચેરમેન બ્રેન્ડન કૈરે આ નીતિનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, “હું રાષ્ટ્રીય સુરક્ષાના આ નિર્ણયનું સ્વાગત કરું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં FCC હવે અમેરિકન ડ્રોન ઉત્પાદકો સાથે મળીને કામ કરશે જેથી કરીને ક્ષેત્રમાં ‘અમેરિકન ડ્રોન ડોમિનેન્સ’ (વર્ચસ્વ) સ્થાપિત કરી શકાય.”

  • ચીની કંપની DJI ને મોટું નુકસાન

આ નવો નિયમ ચીની ડ્રોન ઉત્પાદક કંપની DJI માટે મોટો આંચકો છે, જે હાલમાં અમેરિકા અને વિશ્વભરમાં ડ્રોન વેચાણમાં સૌથી મોટી ખેલાડી છે. જોકે, DJI એ આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું છે કે તેમના ઉત્પાદનો સુરક્ષિત છે અને કંપની આ મામલે ડેટાની પારદર્શિતાની માંગ કરી રહી છે.

  • ટ્રમ્પની કડક નીતિનો ભાગ

ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપનીઓ સામે હંમેશા કડક વલણ અપનાવ્યું છે. આ પ્રતિબંધ જૂન મહિનામાં પસાર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય અમેરિકામાં ડ્રોન ઉત્પાદનને વેગ આપવો અને સપ્લાય ચેઈનને વિદેશી નિયંત્રણથી મુક્ત રાખવાનો છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હાદીની હત્યાથી રાજકીય ભૂકંપ, યુનુસ સરકાર પર ગંભીર આક્ષેપો

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code