1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશઃ કાંલિંદી એક્સપ્રેસને LPG સિલિન્ડરથી ઉડાવી દેવાના કાવતરાનો પર્દાફાશ
ઉત્તરપ્રદેશઃ કાંલિંદી એક્સપ્રેસને LPG સિલિન્ડરથી ઉડાવી દેવાના કાવતરાનો પર્દાફાશ

ઉત્તરપ્રદેશઃ કાંલિંદી એક્સપ્રેસને LPG સિલિન્ડરથી ઉડાવી દેવાના કાવતરાનો પર્દાફાશ

0
Social Share
  • ટ્રેન એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ
  • સદનસીબે મોટી દૂર્ઘટના ટળી
  • રેલવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

નવી દિલ્હી: પ્રયાગરાજથી ભિવાની વાયા કાનપુર જતી ટ્રેન કાલિંદી એક્સપ્રેસ (14117)ને એલપીજી સિલિન્ડરથી ઉડાવી દેવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ટ્રેન ટ્રેક પર રાખવામાં આવેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. આ દરમિયાન જોરદાર અવાજ પણ થયો હતો. જો કે, રાહતની વાત એ છે કે ટ્રેનમાં હાજર મુસાફરોને કોઈ નુકસાન થયું નથી.

કાનપુરના અનવરગંજ-કાસગંજ રેલવે રૂટ પર જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ પાટા પર રાખવામાં આવેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. ટ્રેનની સ્પીડ વધુ હતી, જેના કારણે ટ્રેન રોકતી વખતે તે સિલિન્ડર સાથે અથડાઈ હતી. આ ટ્રેન પ્રયાગરાજથી કાનપુર સેન્ટ્રલ થઈને ભિવાની જઈ રહી હતી.

શિવરાજપુર પાસે ડ્રાઈવરે મેમો આપ્યો કે ટ્રેન કોઈ લોખંડની વસ્તુ સાથે અથડાઈ છે. ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકવામાં આવી હતી પરંતુ સ્થળ પર કંઈ જ મળ્યું ન હતું. ટ્રેન ડ્રાઈવરની સૂચના પર આરપીએફ ઈન્સ્પેક્ટર તપાસ કરવા પહોંચ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ ટીમને લગભગ 200 મીટર દૂરથી સિલિન્ડર મેળવ્યું હતું.

જે સિલિન્ડર સાથે ટ્રેન અથડાઈ હતી તે સિલિન્ડર ભરેલું મળી આવ્યું હતું. તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી હતી. આરપીએફએ કહ્યું કે, ષડયંત્રની ઘટનાને નકારી શકાય નહીં. હાલ આરપીએફએ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સ્થળ પર તપાસમાં લાગેલી આરપીએફ અને યુપી પોલીસને ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.

આરપીએફ તરફથી મળેલી માહિતી અનુસાર, સ્થળ પરથી એક એલપીજી સિલિન્ડર, માચીસ બોક્સ, પેટ્રોલથી ભરેલી બોટલ, એક થેલી અને અન્ય સંવેદનશીલ વસ્તુઓ મળી આવી છે. રેલવે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને રેલવે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code