
રામ જન્મભૂમિ વિવાદ મામલે વર્ષ 2010 માં ઐતિહાસિક ચૂકાદો આપનાર ઉત્તરપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ ધર્મવીર શર્માનું 74 વર્ષની વયે કોરોનાથી નિધન
- હાઈકોર્ટના ન્યાયાધીશ ધર્મવીર શર્માનું નિધન
- વર્ષ 2010 માં રામ જન્મભૂમિ મામલે ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાએ તબાહી મચાવી છે, આ મહામારીમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે,કોરોનામાં અત્યાર સુધીમાં ઘણા દિગ્ગજોના મોત નીપજ્યાં છે.ત્યારે હવે બુલંદશહેરમાં દાનપુર નગર હેવેલી પરિવારમાં જન્મેલા અને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચના નિવૃત્ત ન્યાયાધીશ 74 વર્ષિય ધરમવીર શર્માનું કોરોનાથી નિધન થવા પામ્યું છે,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ મામલે 30 જિસેમ્બર વર્ષ 2010 લખનૌ ખંડપીઠ દ્રારા આપવામાં આવેલા ઐતિહાસિક ચૂકાદામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી,તેમના મોતના સમાચાર મળતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
નિવૃત્ત જજ ધરમવીર શર્મા હાલમાં નોઇડાના સેક્ટર 12 માં રહે છે. તેમના પરિવારના સભ્ય અંકિત ગૌતમે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે તેઓ સ્વસ્થ હતો, શુક્રવારે સવારે તેમની તબિયત લથડતાં તેમને નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમણે બપોરે અંતિમ શ્વાસ લીધા.ન્યાયાધીશ ધરમવીર શર્મા રામ જન્મભૂમિ વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપ્યાના બીજા જ દિવસ પછી 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા.