1. Home
  2. revoinews
  3. VIDEO: મારી દીકરીને મુસ્લિમે ફસાવી છે, મારે કેરાલા સ્ટોરી-3 નથી થવા દેવુંઃ રાજુલાના એક પિતાનો આર્તનાદ
VIDEO: મારી દીકરીને મુસ્લિમે ફસાવી છે, મારે કેરાલા સ્ટોરી-3 નથી થવા દેવુંઃ રાજુલાના એક પિતાનો આર્તનાદ

VIDEO: મારી દીકરીને મુસ્લિમે ફસાવી છે, મારે કેરાલા સ્ટોરી-3 નથી થવા દેવુંઃ રાજુલાના એક પિતાનો આર્તનાદ

0
Social Share

રાજુલા, 24 માર્ચ, 2026: Kerala Story 3 – કેરાલા સ્ટોરી-1 અને કેરાલા સ્ટોરી-2 તો આવી પણ મારે મારા ઘરમાં કેરાલા સ્ટોરી-3 એ નથી જોવું. આના કરતાં તો હું મરી ગયો હોત તો સારું. આ જેહાદીઓ મારી દીકરીને ભોળવી ગયા છે…આવી ભાવના વ્યક્ત કરી છે રાજુલાના એક પિતાએ. કારણ એ છે કે તેમની 25 વર્ષની દીકરી એક મુસ્લિમ સાથે ભાગી ગઈ છે. એક તરફ માતા-પિતાની આંખનાં આંસું સુકાતા નથી તો બીજી તરફ ભાગી ગયેલી એ છોકરીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે પોતે મરજીથી મુસ્લિમ સાથે ગઈ હોવાનું અને તેને પોતાને કે તેના મુસ્લિમ સાથીને કશું થશે તો તેની જવાબદારી મારાં માતા-પિતાની હશે એવું બેધડક કહી રહી છે.

દીકરી ઉપર વિશ્વાસ મૂકીને તેને સ્વતંત્રતા આપનાર પિતા અરવિંદભાઈ પરમાર આજે એ હદે દુઃખી છે કે તેમણે વીડિયો બનાવીને સરકારને અપીલ કરી છે કે પોતાની દીકરીને પાછી લાવી આપે. તેઓ કહે છે કે જે દીકરીને પોતે 25 વર્ષ ઉછેરી તેને વિધર્મીઓ 25 દિવસમાં ફોસલાવીને લઈ ગયા. આ વીડિયોમાં સાંભળો તેમની પૂરી વાત. 

જુઓ વીડિયો અને સાંભળો એક પિતાનો આર્તનાદઃ

મીડિયા અહેવાલ અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલાની એક હિન્દુ યુવતી ગુમ થવાના મામલે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવતા નવો વળાંક આવ્યો છે. આ વીડિયોમાં યુવતીએ દાવો કર્યો છે કે તેણે પોતાની મરજીથી એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા છે અને તે સુરક્ષિત છે.

નેહા પરમાર તરીકે ઓળખાતી આ યુવતી આશરે 10 દિવસ પહેલા સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. તે પરત ન ફરતા અને તેનો સંપર્ક ન થઈ શકતા પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ

તપાસ દરમિયાન એક વીડિયો વાયરલ થયો છે જેમાં નેહા જણાવે છે કે તેણે મુઈઝ ફિરાણી નામના યુવક સાથે આંતરધર્મ લગ્ન કર્યા છે. તેણીએ દાવો કર્યો છે કે આ નિર્ણય સ્વૈચ્છિક હતો અને તેના પર કોઈ દબાણ નથી. આ સાથે તેણે તેના પરિવાર અને કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ અને ફરિયાદોને અયોગ્ય ગણાવ્યા હતા. વીડિયોમાં તેણે વધુમાં જણાવ્યું છે કે જો તેને, તેના પતિને કે તેના સાસરી પક્ષને કોઈ નુકસાન થશે, તો તેના માટે તેના પોતાના માતા-પિતા જવાબદાર રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code