
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો: પાણી પીવા માટે ભેંસનો પ્રયાસ
- ભેંસને પાણી પીવા માટેનો પ્રયાસ
- સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
- લોકોને પસંદ આવી રહ્યો છે વીડિયો
એ વાતમાં કોઈ શંકા નથી કે દરેક જીવ પોતાને સુરક્ષિત રાખવા માટે દરેક પ્રકારના પ્રયાસ કરતા હોય છે. હરણ શિકારથી બચવા પોતાની ચપળતાનો ઉપયોગ કરે છે, સિંહ શિકાર માટે કોઈ પણ પ્રાણીની ગરદન પર હૂમલો કરે છે ત્યારે એક એવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ભેંસ પાણી પીવા માટે તેના શિંગડાનો કેવી રીતે ઉપયોગ કરી રહી છે.
अब बताओ – "अक्ल बड़ी या भैंस"? 😅 pic.twitter.com/ee4bipnEGZ
— Dipanshu Kabra (@ipskabra) November 19, 2021
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભેંસ પાણી પીવા માટે હેન્ડપંપનો ઉપયોગ કરી રહી છે, તે પોતાના શિંગડાની મદદથી હેન્ડપંપ ચલાવે છે. અને નળમાંથી નીકળતું પાણી સામેના ખાડાઓમાં જમા થઈ જાય છે, જેના કારણે તે અને તેના ટોળાના ઘણા પ્રાણીઓ આ પાણી પીવા લાગે છે.
આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે હવે કહો – ‘અકલ બડી કે ભેંસ’ આ વીડિયો પર સમાચાર લખાય ત્યાં સુધીમાં 2.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.