1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાન સામેની  મેચમાં વિરાટ કોહલીની શાનદાર સદી – 1 હજાર કરતા વધુ દિવસ બાદ સદી ફટકારી વિરાટની આ 71મી સદી બનાવી
અફઘાનિસ્તાન સામેની  મેચમાં વિરાટ કોહલીની શાનદાર સદી – 1 હજાર કરતા વધુ દિવસ બાદ સદી ફટકારી વિરાટની આ 71મી સદી બનાવી

અફઘાનિસ્તાન સામેની  મેચમાં વિરાટ કોહલીની શાનદાર સદી – 1 હજાર કરતા વધુ દિવસ બાદ સદી ફટકારી વિરાટની આ 71મી સદી બનાવી

0
Social Share
  • વિરાટ કોહલીએ સદી ફટકારી
  • 71મી સદી બનાવી વિરાટે
  • અધાનિસ્તાન સામે ભારતનો વિજય

દિલ્હીઃ- વિતેલા દિવસે અફધાનિસ્તાન સામે ભારતે વિજય. મેળવ્યો છે, આ મેચનો શ્રેય વિરાટ કોહલીને જાય છે, વિરાટે છે 1 હજાર કરતા વધુ દિવસો બાદ સદી ફટકારી છે, આ સાથએ જ તે 71મી સદીના લીસ્ટમાં આવી ચૂક્યો છે

વિરાટે ઘણા લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી દીધી છે. આ વિરાટ કોહલીના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી છે. તો તમામ ફોર્મેટમાં જોવામાં આવે તો આ વિરાટ કોહલીની 71મી સદી છે.અફઘાનિસ્તાન સામે ઓપનિંગમામં વનિરાટ સામે આવ્યો હતો 53 બોલમાં જ સદી ફટકારી હતી

કોહલીએ 61 બોલમાં 6 સિક્સ અને 12 ચોગ્ગા સાથે અણનમ 122 રન ફટકારીને આ ઉપલબ્ધિ મેળવી છે.આ સાથએ જ હવે તેની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 71મી સદી છે. કોહલીએ આ સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની બરોબરી પર ચાલી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે યુએઈમાં ચાલી રહેલા એશિયા કપ 2022 માં  ભારત અને અફઘાનિસ્તાન સામસામે હતા. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી, આ મેચમાં ભારતે બેટિંગ અને બોલિંગ બંને સાથે અદભૂત પ્રદર્શન કર્યું હતું અને અફઘાનિસ્તાનને 101 રનની દૂરીથી હરાવ્યું હતું.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code