
કુદરતી ફર્સ્ટ એઈડ કીટ બનાવતા શીખવું છે? તો વાંચો
First Aid કીટ એટલે સૌના મગજમાં એક સામાન્ય વિચાર આવે કે કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક કોઈ સારવારની જરૂર પડે ત્યારે પ્રાથમિક ધોરણે ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રીને First Aid કીટ કહેવામાં આવે છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે આ First Aid કીટ બસમાં, સ્કૂલમાં, વાહનોમાં દરેક જગ્યાએ લોકોને આપવામાં આવે છે અથવા રાખવામાં આવે છે. પરંતુ ક્યારેક ઘરે કુદરતી First Aid કીટ બનાવવી હોય તો પણ બનાવી શકાય છે.
આ બનાવવા માટેની રીત એવી છે કે આદુમાં રહેલા ગુણો તમને ઉબકા કે ઉલ્ટી જેવી સ્થિતિઓથી રાહત આપી શકે છે. જો ગર્ભવતી મહિલાની તબિયત સારી ન હોય તો તે તેને કાચી પણ ખાઈ શકે છે અને તેની કોઈ આડઅસર થતી નથી. આમાં કેમોલીનો સમાવેશ કરી શકો છો, કારણ કે તેમાં બળતરા વિરોધી ગુણો છે, જે તાવ, ત્વચાની ખંજવાળ જેવી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.
કુદરતી પ્રાથમિક સારવાર કીટના ભાગ રૂપે અન્ય કુદરતી ઘટકો જેમ કે લવંડર તેલ, સિટ્રોનેલા તેલ, લવિંગ તેલ, એલોવેરા જેલ અને મધ ઉમેરી શકો છો. આ બધામાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે તમારા શરીરને કે ઈજાને કુદરતી રીતે ઠીક કરવામાં મદદ કરે છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.