Homeગુજરાતીજુઓ પુલ તૂટવાનો આ દર્દનાક વીડિયો ,વીડિયો જોઈને તમારુ દિલ હચમચી...

જુઓ પુલ તૂટવાનો આ દર્દનાક વીડિયો ,વીડિયો જોઈને તમારુ દિલ હચમચી જશે

મંગળવારના રોજ દિલ હચમચાવી મુકનારો એક વીડિયો સામે આવ્યો છે,તાઈવાનમાં એક બંદર પર આવેલો પુલ અચાનક સડસડાટ પડી ભાંગ્યો હતો,આ ઘટનામાં માછીમારોની બૉટો તબાહ થઈ ચૂકી હતી તો સાથે સાથે 4 લોકોના મોત પણ થયા હતા,એક રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં  એકદમ સાફ રીતે જોઈ શકાય છે કે, આ તબાહી કઈ રીતે સર્જાય હતી,

રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે તાઈવાનમાં બચાવ ટીમ બે વિદેશી માછીમારોની શોધખોળ કરી રહી છે,આ માછીમારો પુલના કાટમાળ નીચે દબાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે,જો કે  ઘટના કયા કારણસર બનવા પામી છે તેની હાલ તપાસ શરુ છે,તાઈવાનમાં મોટે ભાગે ભૂકંપ અને ટાઈફૂનની અસર રહેતી હોય છે.

આ વીડિયો સોશિય મીડિયામાં વાયરલ થતાની સાથે જ અનેક લોકો પોતાના અભિપ્રાય આપવા લાગ્યા હતા,કેટલાક લોકોએ આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી છે, લોકોએ  પુલની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે.

સંબંધિત લેખો

Most Popular