
વર્ષ 2025 સુધી રોડ અકસ્માતમાં 50 ટકાનો ઘટાડો લાવીશું – કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
- 2025 સુધી ઘટશે 50 ટકા રોડ એક્સિડન્ટૉ
- કેન્દ્રીમંત્રી નિતીન ગકરીએ આપી માહિતી
દિલ્હી- સમગ્ર દેશમાં રોજેરોજ રોડ અકસ્માતની ઘટનાો ટરહેતી હોય છે જેમાં અનેક લોકોના એકાળે મૃત્યુ થતા હોય છએ, જો કે આ મામલે સરકાર સતત અકસ્માત કઈ રીતે ઘટે તે બાબતે નિર્ણય લઈ રહી છે, આજ રોજ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ મામલે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા 80 થી 90 ટકા લોકો ગરીબ છે. તે જ સમયે, અમે વર્ષ 2025 સુધીમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ગ અકસ્માતોને રોકવાનો નિર્ણય લીધો છે.
તાજેતરમાં જ વિશ્વ બેંકે ‘ટ્રાફિક ક્રેશ ઇન્જરી એન્ડ ડિસેબિલિટી- ઘ બર્ડેન ઓન ઈન્ડિયન સોસાયટી નામનો એક રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટમાં વર્ણવાયું છે કે, માર્ગ અકસ્માત લોકોના જીવન પર કેવી રીતે અસર કરે છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં થનારા માર્ગ અકસ્માતો આપણને ગરીબ બનાવી રહ્યા છે. ગરીબ જ નહીં પરંતુ આ દુર્ઘટનાઓ આપણા દેશના મોટા વર્ગને માનસિક દર્દી પણ બનાવી રહી છે. જો માર્ગ અકસ્માતોને કાબૂમાં નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વધુ વણસી જશે.
માર્ગ અકસ્માત ગરિબી તરફ લઈ જાય છે
માર્ગ સલામતી પર આધારિત આ સર્વે ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ ચારે રાજ્યોના સર્વે દરમિયાન જાણવા મળ્યું કે જે પરિવારમાં અકસ્માત થયો છે, તે લોકોનું જીવન ખરાબ થઈ ચૂક્યું છે, ચારેય રાજ્યોમાં હાથ ધરવામાં આવેલા સર્વે દરમિયાન જાણવા મળ્યું કે કોઈ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યા પછી અથવા અપંગ થયા પછી, ગ્રામીણ પરિવારોને સૌથી વધુ મુશ્કેલીઓમાં મૂકાઈ રહ્યા છે.
માર્ગ અકસ્માતનો ભોગ બનેલા 75 ટકા લોકોનું જીવન સંકટથી ભરેલું
આ સમગ્ર રિપોર્ટમાં સર્વે કરતા જાણવા મળ્યું હતું કે,ગ્રામીણ કુટુંબ સાથે જોડાયેલા 56 ટકા લોકોનું જીવન ખરાબ થયું છે, ઘરની કમાણી કરનારની ગેરહાજરી થતા અથવા તો અપંગતાને લીધે, તેના ઘરનો સંપૂર્ણ બોજો મહિલાઓ પર આવી પડે છે. ચાર રાજ્યોમાં કરાયેલા સર્વેક્ષણમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે દેશમાં અકસ્માતથી પ્રભાવિત 75 ટકા લોકોને આર્થિક સંકટ વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે
સાહિન–