
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દક્ષિણ 24 પરગણા જિલ્લાની લઈ શકે છે મુલાકાત
કોલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન દક્ષિણ 24 પરગણા જિલ્લાની મુલાકાત લઈ શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મમતાનો 29 નવેમ્બરે સજનેખલી જવાનો કાર્યક્રમ છે.માનવામાં આવે છે કે,આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સુંદરવન જિલ્લાની રચના અંગે નિર્ણય લઈ શકે છે.કૃષ્ણનગરની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં બે નવા જિલ્લાઓ, સુંદરવન અને બસીરહાટની જાહેરાત કરી હતી.
સુંદરવનમાં ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના 19 બ્લોકનો સમાવેશ થાય છે.તેમાંથી 13 બ્લોક દક્ષિણ 24 પરગણામાં છે.તે 13 બ્લોકને જોડીને સુંદરબન જિલ્લાની રચના કરવામાં આવશે.પંચાયત ચૂંટણી પહેલા સીએમ મમતા બેનર્જીની દક્ષિણ 24 પરગણાની મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મુખ્યમંત્રી પંચાયતની ચૂંટણી પહેલા સજનેખલી જઈ શકે છે અને આ અંગે બેઠક યોજી શકે છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના છ બ્લોકમાંથી બસીરહાટ જિલ્લો બનાવવામાં આવશે.રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર 18 નવેમ્બર શુક્રવારથી શરૂ થયું છે.30 નવેમ્બર સુધી ચાલશે. 28 નવેમ્બરે કેબિનેટની બેઠક છે.બીજા દિવસે એટલે કે 29મીએ મુખ્યમંત્રી સજનેખલીથી રવાના થવાના છે. જો કે હજુ સુધી મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે માહિતી મળી નથી.