
- ચોમાસા વાળ ભીના ન થાય તેનુંધ્યાન રાખવું
- ભીના વાળથી બિમાર થવાની શક્યતા વધે છે
- નાહ્યા બાદ વાળ કોરા કરવાની આદત રાખો
- વરસાદમાં બહાર નિકળો ત્યારે વાળને કવર કરો
ચોમાસાની ઋતુ દરેકની ગમતી ઋુતુ છે, પરંતુ આ સમય દરમિયાન હવામાં ભેજ અને હાઇડ્રોજનનું પ્રમાણ વધવાના કારણે તમારા વાળની વધારે કાળજી રાખવી પડે છે કારણ કે આ મોસમમાં વાળ ખરવાની સમસ્યા વધુ થાય છે. આ સાથે જ માથાની ચામડી તૈલી થઈ જાય છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ વધે છે, જેથી આજે વાત કરીશું ચોમાસામાં કઈ રીતે વાળની કાળજી લેવી.
વરસાદમાં ખાસ આ રીતે વાળની કરો કેર
- જો તમે ઘરની બહાર નીકળો છો તો તમારા વાળને પ્લાસ્ટિકની કેપથી ચોક્કસ કવર કરવાનું રાખઓ, જેથી તમારા વાળ ખરાબ નહી થાય
- અથવા તો રેઈનકોટ કે છત્રી માથા પર રાખો જે તમારા વાળને ભીના થતા બચાવશે.
- બને ત્યા સુધી નાહયા બાદ વાળને કોરા કરવાનું રાખો, એક રુમાલ બાદ બીજા કોરોના રુમાલ વડે વાળ સાફ કરો, જેથી વાળમાં ભેજ ન રહે અને શરદીની સમસ્યા ન થાય.
- ઘણી વખત વાળ ભીના હોવાથઈ શરદી થઈ જઈ હોય છે જેથી વરસાદની સિઝનમાં વાળને બરાબર કોરોના કરવા
- શેમ્પુ કર્યા બાદ કન્ડિશનરનો ઉપયોગ અવશ્ય કરવો જે તમારા વાળને સ્મૂથ બનાવશે.
- વાળ ઘોવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો ,પાણી બો ગરમ ન હોય તે પણ ધ્યાન રાખવું.
- ભીના વાળથી વાળમાં લીખ કે જૂ પડવાની શક્યતાઓ વધે છે જેથી વરસાદના પાણીમાં વાળ ભીના થાય એટલે તરત જ તેને શેમ્પૂ વડે ઘોઈને કોરો કરીલો.
- ભીના વાળથી બિમાર પડવાની શક્યતાઓ વધે છે, જેથી બહાર જાઓ ત્યારે ખાસ વરસાદમાં વાળ ન ભીંજાય તેની વ્યવસ્થા કરીને જ ઘરથી બહાર પગ મૂકવો.
- વાળમાં શેમ્પુ કરતા પહેલા વાળને પાણી વડે બરાબર ભીના કરવા ,કોરો વાળમાં ડાયરેક્ટ શેમ્પૂ કરવું વાળ માટે હાનિકારક છે.
- તેલ વાળા વાળ સાથે ક્યારેય વરસાદમાં પલડવું નહી, જો તમને પલળવાની ઈચ્છા હોય તો પહેસા વાળને શેમ્પુ કરીને કોરા કરી લેવા ત્યાર બાદ જ વરસાદની મજા માણવી.
- વરસાદમાં ભીંજાય ગયા હોવ ત્યારે સૌ પ્રથમ ધરે આવીને હુંફાળા પાણીથી વાળ ઘોઈ લેવા અને તેને ડ્રાય કરવા,વાળમાં તમે કોટનના ગરમ કાપડથી શકે કરી શકો છો.