1. Home
  2. ગુજરાતી
  3. ચોમાસામાં વાળ ભીના થવાથી થાય છે અનેક સમસ્યા – આ રીતે રાખો વાળની કાળજી
ચોમાસામાં વાળ ભીના થવાથી થાય છે અનેક સમસ્યા – આ રીતે રાખો વાળની કાળજી

ચોમાસામાં વાળ ભીના થવાથી થાય છે અનેક સમસ્યા – આ રીતે રાખો વાળની કાળજી

0
Social Share
  • ચોમાસા વાળ ભીના ન થાય તેનુંધ્યાન રાખવું
  • ભીના વાળથી બિમાર થવાની શક્યતા વધે છે
  • નાહ્યા બાદ વાળ કોરા કરવાની આદત રાખો
  • વરસાદમાં બહાર નિકળો ત્યારે વાળને કવર કરો

ચોમાસાની ઋતુ દરેકની ગમતી ઋુતુ છે, પરંતુ આ સમય દરમિયાન હવામાં ભેજ અને હાઇડ્રોજનનું પ્રમાણ વધવાના કારણે તમારા વાળની વધારે કાળજી રાખવી પડે છે કારણ કે આ મોસમમાં વાળ ખરવાની સમસ્યા વધુ થાય છે. આ સાથે જ માથાની ચામડી તૈલી થઈ જાય છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ વધે છે, જેથી આજે વાત કરીશું ચોમાસામાં કઈ રીતે વાળની કાળજી લેવી.

વરસાદમાં ખાસ આ રીતે વાળની કરો કેર

  • જો તમે ઘરની બહાર નીકળો છો તો તમારા વાળને પ્લાસ્ટિકની કેપથી ચોક્કસ કવર કરવાનું રાખઓ, જેથી તમારા વાળ ખરાબ નહી થાય
  • અથવા તો રેઈનકોટ કે છત્રી માથા પર રાખો જે તમારા વાળને ભીના થતા બચાવશે.
  • બને ત્યા સુધી નાહયા બાદ વાળને કોરા કરવાનું રાખો, એક રુમાલ બાદ બીજા કોરોના રુમાલ વડે વાળ સાફ કરો, જેથી વાળમાં ભેજ ન રહે અને શરદીની સમસ્યા ન થાય.
  • ઘણી વખત વાળ ભીના હોવાથઈ શરદી થઈ જઈ હોય છે જેથી વરસાદની સિઝનમાં વાળને બરાબર કોરોના કરવા
  • શેમ્પુ કર્યા બાદ કન્ડિશનરનો ઉપયોગ અવશ્ય કરવો જે તમારા વાળને સ્મૂથ બનાવશે.
  • વાળ ઘોવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો ,પાણી બો ગરમ ન હોય તે પણ ધ્યાન રાખવું.
  • ભીના વાળથી વાળમાં લીખ કે જૂ પડવાની શક્યતાઓ વધે છે જેથી વરસાદના પાણીમાં વાળ ભીના થાય એટલે તરત જ તેને શેમ્પૂ વડે ઘોઈને કોરો કરીલો.
  • ભીના વાળથી બિમાર પડવાની શક્યતાઓ વધે છે, જેથી બહાર જાઓ ત્યારે ખાસ વરસાદમાં વાળ ન ભીંજાય તેની વ્યવસ્થા કરીને જ ઘરથી બહાર પગ મૂકવો.
  • વાળમાં શેમ્પુ કરતા પહેલા વાળને પાણી વડે બરાબર ભીના કરવા ,કોરો વાળમાં ડાયરેક્ટ શેમ્પૂ કરવું વાળ માટે હાનિકારક છે.
  • તેલ વાળા વાળ સાથે ક્યારેય વરસાદમાં પલડવું નહી, જો તમને પલળવાની ઈચ્છા હોય તો પહેસા વાળને શેમ્પુ કરીને કોરા કરી લેવા ત્યાર બાદ જ વરસાદની મજા માણવી.
  • વરસાદમાં ભીંજાય ગયા હોવ ત્યારે સૌ પ્રથમ ધરે આવીને હુંફાળા પાણીથી વાળ ઘોઈ લેવા અને તેને ડ્રાય કરવા,વાળમાં તમે કોટનના ગરમ કાપડથી શકે કરી શકો છો.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code