વડોદરા, 25 ઓક્ટોબર, 2026 : Leopard dies after being hit by unknown vehicle નેશનલ હાઈવે-48 પર કરજણના કંડારી નજીક શનિવારે કોઈ અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત નિપજ્યું હતુ. હાઈવે પર મૃત દીપડો પડ્યો હોવાની વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ અને રેસ્ક્યૂ કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગયા હતા. વન વિભાગના કર્મચારીઓએ પંચનામાની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરીને મૃત્યુ પામેલા દીપડાના નશ્વર દેહને સુરક્ષિત રીતે કબજે કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મંબઈ નેશનલ હાઈવે પર કરજણના કંડારી નજીક શનિવારે કોઈ અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત નિપજ્યું હતુ. આ બનાવની જાણ થતાં નવ વિભાગના અધિકારી સહિત સ્ટાફ ઘટના સ્થે દોડી ગયો હતો. અને દીપડાના મૃતદેહને કરજણ સ્થિત વન વિભાગની કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નેશનલ હાઈવે નંબર-48 પર અવારનવાર દીપડા તેમજ અન્ય વન્યજીવોના હાઈવે ક્રોસિંગ દરમિયાન અકસ્માત સર્જાવાના બનાવો વધી રહ્યા છે. આ વિસ્તારની નજીક આવેલા જંગલ વિસ્તારો અને કોતરોમાંથી પાણી કે ખોરાકની શોધમાં વન્યજીવો અવારનવાર માનવ વસાહતો કે હાઈવે તરફ આવી જતા હોય છે.
સ્થાનિક લોકોના કહેવા મુજબ વડોદરા અને કરજણ વચ્ચેના આ પટ્ટા પર રાત્રિના સમયે ભારે વાહનોની અવરજવર અત્યંત તીવ્ર રહેતી હોવાથી અગાઉ પણ અનેક નાના-મોટા વન્યજીવો વાહનોની અડફેટે આવી ચુક્યા છે. સ્થાનિક રહીશો અને પર્યાવરણવિદો દ્વારા વન વિભાગ અને હાઈવે ઓથોરિટી સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે આવા સંવેદનશીલ પટ્ટાઓ પર વન્યજીવોની સુરક્ષા માટે વિશેષ સાઈનબોર્ડ્સ, સ્પીડ બ્રેકર્સ કે ફેન્સીંગ જેવી વ્યવસ્થાઓ કરવી જોઈએ. જેથી વન્યજીવોને બચાવી શકાય.


