1. Home
  2. ગુજરાતી
  3. બલ્લેબાજ વિકેટ કીપર દિનેશ કાર્તિકે એવું તો શું કર્યું કે, BCCIએ તેને નોટીસ ફટકારી
બલ્લેબાજ વિકેટ કીપર દિનેશ કાર્તિકે એવું તો શું કર્યું કે, BCCIએ તેને નોટીસ ફટકારી

બલ્લેબાજ વિકેટ કીપર દિનેશ કાર્તિકે એવું તો શું કર્યું કે, BCCIએ તેને નોટીસ ફટકારી

0
  • દિનેશ કાર્તિકને નોટીસ ફટકારાઈ
  • BCCIની અનૂમતિ વગર કર્યું કામ
  • કાર્તિક પરવાનગી વિના ત્રિનબાગોના ડ્રેસિંગ રુમમાં પહોચી ગયો
  • કાર્તિકનું ડ્રેસિંગરુમમાં જવુ સામાન્ય કે કાવતરું?
  • સાત દિવસમાં કાર્તિકે આપવો પડશે જવાબ

ભારતના વિકેટ કીપર બલ્લેબાજ અને ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકને બીસીસીઆઈએ એક નોટીસ ફટકારી છે,બીસીસીઆઈ એ કાર્તિકને આ નોટીસ એટલા માટે આપી છે, કારણ કે તે કૈરેબિયન પ્રીમિયર લીગની ટીમ ત્રિનબાગો નાઈટ રાઈડર્સના ડ્રેસિંગ રુમમાં પરવાનગી વગર પહોંચી ગયા હતો.

કાર્તિક ટીમના કોચ બ્રેડન મૈક્કુલમ સાથે ડ્રેસિંગ રુમમાં હાજર હતા,જ્યારે તાજેતરમાં જ મૈક્કુલમને કલક્તાના કોચ તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા છે,બોર્ડના એક સીનિયર અધિકારીએ આઈએએનએસ સાથે વાત કરતા સ્પ્ષ્ટ કર્યુ હતુ કે,”કાર્તિકે આ કરતા પહેલા પરવાનગી લેવી જોઈતી હતી, કારણ કે તે હજુ પણ બોર્ડના કેન્દ્રીય કરાર પ્રાપ્ત ખેલાડીઓની યાદીમાં સામેલ છે”.

આ નોટીસ પર હવે કાર્તિકે સાત દિવસની અંદર  નોટીસનો પરત જવાબ આપવાનો છે, અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ,”કારણ કે તે ભારતીય ટીમના પ્લેયર છે,જેમાં કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવું પડતુ હોય છે, તે કેન્દ્રીય કરારની યાદીમાં સામેલ છે,એવા સમયે તે બીસીસીઆઈની પરવાનગી વગર સીપીએલના ડ્રસિંગ રુમમાં ન જઈ શકે, જેના કારણે આ નોટીસ આપવામાં આવી છે અને સાત દિવસમાં નોટીસનો જવાબ તેણે આપવો પડશે”.S

ત્રિનબાગો અને કલકત્તા બન્નેની ફ્રેંચાઈઝીઓના મોલિકીનો હક ભારતીય અભિનેતા શાહરુખ ખાન પાસે છે,પરંતુ બીસીસીઆઈ પણ પોતાના નિર્ણય પર અડગ છે કે, ભારતીય ખેલાડીઓને વિદેશી ટી-20 લીગોથી કોઈ લેવાદેવા નથી.

જોકે, તે સ્પષ્ટ નથી થયું કે કાર્તિકનું ડ્રેસિંગ રૂમમાં જવું એ સામાન્ય બાબત હતી કે તે ત્યાં આઈપીએલની આગળની સીઝન માટે વ્યૂહરચના ઘડવા માટે ગયો હતો. કાર્તિકનું ભવિષ્ય હવે તે વાત પર નિર્ભર કરે  છે કે, એડમિનિસ્ટ્રેટર્સ કમિટી આ મુદ્દાને કઈ રીતે જુએ છે. અધિકારીએ કહ્યું, “એ જોવું રહ્યું કે સીઓએ તેમનો જવાબ કેવી રીતે લે છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published.